Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જામનગરના મોખાણા ગામે ધાડ પાડતી ગેંગના પાંચ શખ્સો ઝબ્બે

જામનગર તા.૩ : જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રનની સુચના તથા એલસીબીના પો.ઇન્સ. એસ.એસ. નિનામા માર્ગદર્શન મુજબ એલસીબીના પો.સ.ઇ. આર.બી.ગોજીયા, કે.કે.ગોહિલ તથા બી.એમ.દેવમુરારીનાઓ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડના પો. સબ. ઇન્સ. એ.એસ.ગરચરનાઓ તથા એલસીબી, પેરોલ ફર્લો સ્કવોર્ડના માણસો સાથે જામનગર શહેર - ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.દરમિયાન સંજયસિંહ વાળા તથા વનરાજભાઇ મકવાણા તથા ધાનાભાઇ મોરીનાઓને હકિકત મળેલ કે જામનગર તાલુકાના મોખાણા ગામની નજીક નદીના બેઠા પુલ પાસે ચોરીઓ કરતી ગેંગના માણસો ચોરી - લુંટ ધાડ કરવાના ઇરાદાથી લોખંડના પાઇપ છરી લાકડીઓ જેવા જીવલેણ ઘાતક હથિયારો સાથે બે બાઇક લઇને રોડની સાઇડમાં ઉભા રહી ધાડ પાડવાની તૈયારી કરી રહેલ છે તેવી હકિકત આધારે અલગ અલગ ટીમો બનાવી મોખાણાગામે રેઇડ કરતા ચાર ઇસમો તેમજ એક કાયદાથી સંઘર્ષીત કિશોરના કબજામાંથી બે મોટર સાયકલ, મોબાઇલ ફોન, રોકડ વિગેરે મળી કુલર રૂ.૧૦૪પ૯૦ના મુદામાલ  તથા ઘાતક હથિયાર છરી, પાઇપ, કુહાડી, લાકડી સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધ ધાડ પાડવાની પેરવી કરે તે પહેલા (૧) સંતોષ ગુમાનભાઇ બઘેલ - ગરબડી તા. કુકશી થાના -બડા જિ.ધાર (મ.પ્ર.) (ર) દિનેશભાઇ રડુભાઇ ડાવર રહેવાસી બડકછ સેડક ફળીયા તા. કુકશી જિ. ધાર. (મ.પ્ર.) (૩) અનિલભાઇ કરમશીભાઇ ભુરીયા રહે. નિલીગામ ભીલાડ ફળીયા તા. કુકશી જિ. ધાર (મ.પ્ર.) (૪) રવિભાઇ જવેરચંદભાઇ માવડા રહે. કાકરકુવા માવડા ફલીયુ તા.કુકશી જિ. ધાર (મ.પ્ર.) (પ) એક કાયદાથી સંઘર્ષીત કિશોરને ઝડપી લીધેલ છે.

(૧) ગઇ તા.૯-૭-ર૦ર૧ના રોજ કાલાવડ હેલીપેડ કોલોની પાસે રહેતા ફરીયાદી અજયભાઇ ઠાકરીયાભાઇ કનીયાની હિરો હોન્ડા ડીલકસ મો.ાસ. નંબર આર.જે.૩.જે. એસ. ૮૧૭૦ - કિ. રૂ.૪૦,૦૦૦ની ચોરી અંગે કાલાવડ ટાઉન પો. સ્ટે. ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ  જે ગુનાની કબુલાત કરેલ છે.

(ર) ગઇ તા.૧૦-૭-ર૦ર૧ના રોજ ધ્રોલ તાલુકાના લતિપુર ગામે ફરીયાદીશ્રી  દિપકભાઇ નાનજીભાઇ ઝાલાવડીયાના રહેણાંક મકાનમાંથી હિરો સુપર સ્પલેન્ડર મો.સા. નંબર જીજે૧૦સીઆર ૦૪રર કિ. ૩પ૦૦૦ની ચોરી અંગે ધ્રોલ પો. સ્ટે. ઇપીકો કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધાયેલ જે ગુનાની કબુલાત કરેલ છે.

(૩) ગઇ તા.રપ-૭-ર૦ર૧ના રોજ જોડીયા તાલુકાના પીઠડ ગામે ફરીયાદી શ્રી હેમરાજભાઇ મોહનભાઇ મેંદપરાના રહેણાંક મકાન રાત્રીના છ અજાણ્યા ઇસમો લાકડી, લોખંડના કોયતા, પથ્થર સાથે આવી ફીરયાદીશ્રી ના મકાનના દરવાજા તોડી ફરીયાદીશ્રીને મોઢે ડુચો દઇ મો.ફોન ૧ કિ. રૂ.પ૦૦૦ની લુંટ ચલાવેલ જે અંગે જોડીયા પો. સ્ટે. ઇપીકો કલમ ૩૯પ,૪પ૦,૪ર૭ તથા જીપીએકટ કલમ ૧૩પ (૧) મુજબનો ગુનો નોંધાયેલ છે. જે ગુનાની કબુલાત કરેલ છે.

(૪) દશેક દિવસ પહેલા મોરબી જીલ્લાના આમરણથી ખાનપર ગામજતા રોડ ઉપર સમયે મોટર ચાલકને રોકી મોટર સાયકલ, મોબાઇલ ફોન, રેઇન કોટની લુંટ ચલાવેલની કબુલાત કરેલ છે.

આ કાર્યવાહી એલસીબી સ્ટાફના માંડણભાઇ વસરા, ફીરોજભાઇ દલ, રઘુભા પરમાર, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, યશપાલસિંહ જાડેજા, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, હીરેનભાઇ વરણવા સોઢા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા સુરેશભાઇ માલકીયા એ.બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા. તેમજ પેરોલ ફર્લો સ્કવોર્ડના ગજેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ, લગધીરસિંહ જાડેજા, અરવિંદગીરી ગોસ્વામી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:03 pm IST)