Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાજકોટ, નાની ખાવડી સહિતના ત્રણ શખ્સો સામે ચાર મહિના પછી ટ્રાન્સપોર્ટરે ફરિયાદ નોંધાવી

ન્યારા કંપનીમાં બે ટ્રકમાં માટીના કોલસાનું મિકસીંગ કરી છેતરપીંડી

ખંભાળિયા,તા. ૩ : ન્યારા કંપનીના કોલસા ડીપાર્ટમેન્ટમાં ટ્રકમાં ભરી લઇ જવાતા કોલસા કાઢી અન્ય કોલસા જેવું મિકસ કરી છેતરપીંડી કરનારા ત્રણ શખ્સો સામે ચાર મહિના બાદ ટ્રાન્સપોર્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સિક્કાના પંચવટી કોલોનીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વિમલ દલસુખભાઇ ભાલાણી (ઉવ.૩૫)નામના યુવકે ખંભાળિયા પોલીસ મથકમાં નાની ખાવડીના જયેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ ઝાલા, રાજકોટના સાગર ગોસ્વામી તથા અજાણ્યા શખ્સના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ૧૧-૪-૨૦૨૧ થી ૧૫ -૪-૨૦૨૧ના રોજ ન્યારા કંપનીના કોલસા વિભાગમાં ટ્રકમાં ભરેલા કોલસાનો અડધો જથ્થો કાઢી તેમા માટી જેવો મીકસીંગ કોલસાનો જથ્થો ભેળવી ટ્રકમાં ભરી ૭,૫૧,૫૬૭ના કોલસા તથા પેનલ્ટી કુલ ૧૨ લાખની મારા ટ્રાન્સપોર્ટ સાથે છેતરપીંડી કરી છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાણવડના ચોખંડા યામે સાથ જુગારી ઝબ્બે

ભાણવડના ચોખંડા ગામે રહેતો અમરશી સવાભાઇ વાધોરા પોતાના રહેણાંક મકાનમાં આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે ભાણવડ પોલીસ મથકના પીએસઆઇ જોષી સહિતના સ્ટાફે દરોડો પાડતા જુગાર રમી રહેલા ચેતન ઉર્ફે કાનો જમનાદાસ સવજાણી રહે. ગાયત્રીનગર ખંભાળિયા, મનસુખ ચનાભાઇ સાગઠીયા (રહે. બજાણા તા. ખંભાળિયા, લખમણ પબાભાઇ વાઢેર) (રહે. વિરમદળ તા. ખંભાળિયા), મનસુખ મોરારજી ઉદેશી રહે ધરારનગર ખંભાળિયા, હમીર કેશુર કાંબરીયા રહે. શકિતનગર ખંભાળિયા, ધારા જેઠાભાઇ ધારાણી રહે. લીલીયા તા. ખંભાળિયા તથા મકાન માલિક અમરશી વાઘોરા તમામને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ, મોબાઇલ તથા બાઇલ મળી કુલ રૂ.૧,૦૫,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 

(1:03 pm IST)