Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ખંભાળીયાના બેહ ગામે જુંગીવારા ધામ ખાતે રકતદાન કેમ્પ-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કુટુંબના મોભીની પુણ્યતિથિ નિમિત્તે માયાણી પરિવાર દ્વારા જનહિતાર્થે આયોજન કરી દાખલારૂપ અનોખી શ્રદ્ઘાંજલિ અર્પણઃ રાજયમંત્રી, ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૮૮ બોટલ રકતદાન અને ૩૦૦ વૃક્ષોનું વાવેતર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના બેહ ગામ ખાતે આવેલ જુંગીવારા ધામ ખાતે સ્વ.મોમૈયાભાઈ દેવાણંદભાઈ માયાણી પરિવાર દ્વારા જનહિતાર્થે સમાજના સ્તુત્ય અને દાખલા રૂપી કાર્ય સાથે રકતદાન કેમ્પ અને વૃક્ષારોપણનું રાજયમંત્રી, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિતમા ૧૮૮ બોટલ રકતદાન અને ૩૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને માયાણી પરિવાર દ્વારા વૃક્ષોના જતનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

બેહ ગામે રહેતા માયાણી પરિવારના મોભી સ્વ.મોમૈયાભાઈ દેવાણંદભાઈ માયાણીની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્ત્।ે અતિ પ્રખ્યાત અને પૌરાણિક જુંગીવારા વાછરાભાઈના મંદિરે રકતદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે રાજયમંત્રી હકુભા જાડેજા, ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમ, પી.એસ.જાડેજા, મયુરભાઈ ગઢવી, એભાભાઈ કરમુર, પી.એમ.ગઢવી, અનિલભાઈ તન્ના, સંજયભાઈ નકુમ, ડો.સુમાત ચેતરિયા, ડો.તેજસ પટેલ, પાલભાઇ આંબલિયા, દેવુભાઈ જામ, જેશાભાઈ બેરાજિયા,જીવાભાઈ કનારા, ભીખુભા જાડેજા, દિપકભાઈ ચોકસી, પરેશભાઈ મહેતા, કૌશલભાઇ સવજાણી, રાકેશ નકુમ, જયેશભાઈ ગોકાણી, જગુભાઈ રાયચુરા, જીગ્નેશ પરમાર સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ૧૮૮ બોટલ રકતદાન અને જુંગીવારા મંદિરના પટાંગણમાં અલગ અલગ ૩૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. અને માયાણી પરિવાર દ્વારા વાવેલ તમામ વૃક્ષોને ઉછેરવા અંગેની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી રકતદાન કેમ્પ ને લઈને ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોમાં જાગૃતિ જોવા મળી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલ આ રકતદાન કેમ્પમાં બેહ ગ્રામજનો અને આજુબાજુ ગામના લોકો તેમજ ખંભાળીયા સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને રકતદાન કર્યું હતું આ રકતદાન કેમ્પમાં ખંભાળિયા જનરલ હોસ્પિટલના ડો, કનારા, તનાભાઈ તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ખુબ જ સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને આ આયોજનને સફળ બનાવવા બદલ માયાણી પરિવારના મોભી વેરશીભાઈ ગઢવીએ સર્વેનો આભાર વ્યકત કર્યો હતો. અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વ.મોમૈયાભાઈ દેવાણંદભાઈ માયાણીને શ્રદ્ઘાંજલિ પાઠવી રકતદાતાઓ અને સેવાકાર્યના આયોજક માયાણી બંધુઓને શુભકામનાઓ પાઠવી હતી.

(1:02 pm IST)