Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કુંવરજીભાઈ સામે મીડીયામાં મારા નામે થયેલા આક્ષેપો પાયા વિહોણાઃ અજીત પટેલ

તાજેતરમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા અજીતભાઈ પટેલ (મો.નં. ૯૮૨૪૧ ૩૪૩૮૨)નો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે ચૂંટણીની પ્રક્રિયા કાયદેસર રીતે જ કરવામાં આવી છે. તેમજ કુંવરજીભાઈ સામે મારા નામે મીડીયામાં જે આક્ષેપો થઈ રહ્યા છે તે સદંતર ખોટા છે.

મેં એવુ કહ્યુ જ નથી કે કુંવરજીભાઈએ કોળી સમાજના બદલે તેમનો જ વિકાસ કર્યો છે. જ્ઞાતિજનો વચ્ચે ભાગલા પડાવવા કોઈએ આવા હીન પ્રયાસો કર્યા હોય તો હું તેમને વખોડુ છું.

ગત શનિવારે અજમેર ખાતે મળેલ રાષ્ટ્રીય કારોબારીની મીટીંગમાં પ્રમુખ પદ માટે દાવેદરમાં કુલ ૬ ઉમેદવારો સ્પર્ધામાં હતા પરંતુ છેલ્લી ઘડીએ ચાર ઉમેદવારોએ મારી તરફેણમાં ઉમેદવારી પરત ખેંચી લીધી હતી, જ્યારે ચંદ્રવદન પીઠાવાલાએ ચૂંટણી પ્રક્રિયા કરવાનું જણાવતા તેઓ અને મારી વચ્ચે મતદાન થયેલુ જેમાં કુલ ૪૦ મતદારોએ મતદાન કરેલુ. જેમાંથી મને ૩૪ અને પીઠાવાલાને ૬ મત મળેલા. આ રીતે હું પ્રમુખ બની શકયો.

આ મીટીંગમાં સર્વાનુમતે એવુ નક્કી કરવામાં આવેલુ હતુ કે કુંવરજીભાઈ હાલ રાજ્યના કેબીનેટ મંત્રી હોય સમયની અનુકુળતા તેમની પાસે ઓછી હોય એની અસર સંગઠન ઉપર ન પડે તે માટે આપણે નવુ સંગઠનનું માળખુ બનાવીએ જેથી કોળી સમાજનું સંગઠન મજબૂત બને.

હું એ ચોક્કસ પણે કહીશ કે કુંવરજીભાઈ મંત્રી બન્યા બાદ રાજ્યનો અને ખાસ કરીને ગુજરાતના કોળી સમાજને ઘણો જ ફાયદો થયો છે.

અંતમાં તેમણે જણાવ્યુ હતુ કે મારા નામે કુંવરજીભાઈ સામે મીડીયામાં થયેલા આક્ષેપો તદ્દન ખોટા છે હું તેમને વખોડી કાઢુ છું.

(1:01 pm IST)