Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પીપાવાવના છેતરપીંડીના ગુન્હામાં ફરાર આરોપી મુંબઇથી ઝડપાયો

અમરેલી, તા. ૩ : મરીન પીપાવાવ પો.સ્ટે. તથા મુંબઇના ખાર પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનાઓમાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને મુંબઇના ચેમ્બુર ખાતે આવેલ આરોપીના ઘરેથી

રાજુ મનોહર નાઇક, ઉં.વ.૫૪, રહે.મુંબઇ, રૂમ નં.૩૦૧, બિલ્ડીંગ નં.૪૬, તિલક નગર, સી.ટી.એસ. નં.૩૪, ચેમ્બુર, મુંબઇને ઝડપી લીધેલ છે.

ફરિયાદી મનોજકુમાર રામચંદ્ર ઉપાધ્યાય, ઉ.૫૫, ધંધો- જનરલ મેનેજર, રીલાયન્સ ડીફેન્સ, પીપાવાવ પોર્ટ, રહે. આર.ડી.ઇ.એલ. કોલોનીએ ફરિયાદ લખાવેલ આરોપી રાજુ મનોહર નાઇક, રહે.મુંબઇ વાળાએ રીલાયન્સ નેવલ એન્જીનીયરીંગ પીપાવાવ લીમીટેડ કંપની પાસેથી ભારતીય નૌકાદળનું ત્ફલ્ સાવિત્રી શીપ રીફીટ કરવાનો કોન્ટ્રાકટ રાખેલ હોય, આરોપીની કંપની દ્વારા સમયસર કામ પુરુ નહીં કરી શકતા, રીલાયન્સ નેવલ કંપની પીપાવાવનાઓએ આરોપીને આપેલ કોન્ટ્રાકટ રદ કરી નાંખતા, આરોપી પાસે રહેલ INS સાવિત્રી શીપનો રીફીટીંગ માટેનો સામાન, કિં.રૂ.પ કરોડનો, ફરિયાદીની કંપની દ્વારા પાછો માગતાં,

સામાન આરોપીએ ફરિયાદીની કંપનીને પાછો નહીં આપી, ફરિયાદીની કંપની સાથે કિં.રૂ.પ કરોડના સામાન અંગે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હો કરેલ હોય, જે અંગે મરીન પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં. ફર્સ્ટ ૨।૨૦૧૮, આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ મુજબનો ગુનો તા.૦૪/૦૧/૨૦૧૮ ના રોજ નોંધાયેલ હતો. આ ગુનો નોંધાયા બાદ આરોપી રાજુ મનોહર નાઇક, છેલ્લા અઢી વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. નાસતા ફરતા આરોપી અંગે કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ પણ મેળવવામાં આવેલ હતું.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી દ્વારા એડી.સેશન્સ કોર્ટ, રાજુલા ખાતે ઉપરોકત ગુનાના કામે આગોતરા જામીન મળવા માટે અરજી કરેલ હતી, જે અરજી નામ.એડી.સેશન્સ કોર્ટ, રાજુલાનાઓ દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી.

ત્યાર બાદ આરોપીએ હાઇકોર્ટમાં ઉપરોકત એફ.આઇ.આર. રદ્દ કરાવવા અને ધ્યાને ન લેવા માટે અરજી કરેલ હતી, જે અરજી પણ નામ ગુજરાત હાઇકોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી.

મુંબઇ જિલ્લાના ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રવિ બન્સી જયસિંગ, રહે.મુંબઇ, બાન્દ્રા પશ્ચિમનાઓએ પોતાની સાથે આરોપીએ રૂ.૬૩,૭૨,૫૦૦/- ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ હોય, જે અંગે ફરિયાદ આપતાં, ખાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૨૯૮/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૪૨૦, ૩૪ મુજબનો ગુનો તા.૨૯/૦૪/૨૦૨૧ ના રોજ નોંધાયેલ હતો. જે ગુનાના કામે પણ પકડાયેલ આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.

ઉપરોકત ગુનાના કામે આગોતરા જામીન મળવા માટે પકડાયેલ આરોપીએ નામદાર મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરેલ હતી, જે અરજી નામ.મુંબઇ હાઇકોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

ઉપરોકત કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયની સુચના હેઠળ આર.કે.કરમટા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી. અમરેલી તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પો.કોન્સ. ધવલભાઇ મકવાણા, પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા અમરેલી એલ.સી.બી. ટેક્નીકલ સેલના પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.

(1:00 pm IST)