Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

માર્કેટ યાર્ડ સાવરકુંડલામાં નવા કપાસના શ્રીગણેશ, રૂ.૨૦૨૧ પ્રતિ મણનો ભાવ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૩ : માર્કેટયાર્ડમાં સિજનના નવા કપાસ ની આવક, ઘારગણી ગામના ખેડુત અશ્વિનભાઇ લાલજીભાઇ વેકરીયા શ્રી ઠુંમ્મર ટ્રેડીંગના કમીશનમાં વેચવા માટે આવેલ. જેથી સિજનનો અવો કપાસના આજરોજ શ્રીગણેશ થયેલ હોય, જેની જાહેર હરરાજી ચેરમેન દિ૫કભાઇ માલાણી તેમજ વા.ચેરમેન મનજીભાઇ તળાવીયાના માર્ગદર્શન અને કપાસ ખરીદનાર વેપારીશ્રીઓ, તેમજ યાર્ડના સેક્રેટરી આર.વી.રાદડીયા, આ. સેક્રેટરીશ્રી મુકેશભાઇ ત્રિવેદી, ઓક્ષનર વિનુભાઇ અગ્રાવત, હિતેશભાઇ જોષી તેમજ સ્ટાફગણ, ડીરેકટરઓની હાજરીમાં ડીરેકટર અશ્વીનભાઇ માલાણીના હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને મો મીઠુ કરાવીને હરરાજી ની શુભ શરૂઆત કરવમાં આવતા વેપારીઓમાં મુહુર્તનો કપાસ ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા રાઘારમણ ટ્રેડીંગવાળા ઘનશ્યામભાઇ ઘડુકે રૂ.૨૦૨૧ ની ઉચી બોલી બોલીને મુહુર્ત નો કપાસ ખરીદેલ. જેથી મુહુર્તના કપાસના સારા ભાવ બોલાતા ખેડુતોમાં ૫ણ ખુશીનો માહોલ છવાયો હતો. 

(12:59 pm IST)