Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન : દેખાવો

જૂનાગઢ : શહેર - જિલ્લા કોંગ્રેસ દ્વારા નરસિંહ મહેતા યુનિવર્સિટીની સામે કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ ની આગેવાનીમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકિયાં ના માર્ગદર્શન હેઠળ ભાજપ સરકાર દ્વારા શિક્ષણનું વેપારી કરણ તેમજ મોંદ્યુદાટ શિક્ષણની કથળતી હાલત ના વિરોધ માં શિક્ષણ બચાવો અભિયાનમા વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું. તેમજ સરકાર ને સદબુદ્ઘિ આવે માટે રામધૂન બોલાવી જેમાં જુનાગઢ જિલ્લા ના ધારાસભ્ય શ્રી ઓ હર્ષદભાઈ રીબડીયા,ભીખાભાઈ જોશી ,બાબુભાઇ વાજા, તેમજ હમીરભાઇ ધુડા,વજુભાઈ મોવલિયા, ભાવેશભાઈ ત્રાપસિયા, શારદાબેન કથીરીયા, જેડી ઓડેદરા, પ્રથમ આહીર, યુગ પુરોહિત,  જૂનાગઢ શહેર - જિલ્લા - તાલુકા NSUI કોંગ્રેસના આગેવાનો,હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

(12:57 pm IST)