Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જુનાગઢ કોંગ્રેસ દ્વારા આરોગ્ય બચાવો અભિયાનઃ કોંગ્રેસીઓની અટકાયત

જુનાગઢ :  આજ રોજ જુનાગઢ શહેર કોગ્રેસ દ્વારા આરોગ્ય  બચાવો અભિયાન અંતર્ગત સંવેદનહીન સરકાર સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાના આદેશથી જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ પટેલ ની આગેવાનીમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકિયાના માર્ગદર્શન હેઠળ ભાજપના શાસનમાં ગુજરાતની પ્રજા હોસ્પિટલમાં બેડ માટે, ઇન્જેકશન, ઓકિસજન, વેન્ટિલેટર માટે દર દર ભટકી છે. સરકારના અણઘડ વહીવટને કારણે ૨ લાખ કરતા વધારે લોકોના મોત થયા, સરકાર શરમ કરવાને બદલે પ્રજાના ટેકસના પૈસે  ઉજવણી કરી રહી છે. કોરોના કાળમાં ઈન્જેકશનનાં કાળા બજાર. સંવેદનહિન સરકાર સામે જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવા માં આવ્યો. સરકાર દ્વારા વિરોધ પક્ષ નો અવાજ દબાવવા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકિયા,નટુભાઇ ખીસડા, શારદાબેન કથીરીયા, રજાકભાઈ હાલા, પ્રથમ આહીર, જયદીપ ઓડેદરા, વર્ષાબેન લિંબડની ધરપકડ કરવામાં આવી.

(12:56 pm IST)