Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પોરબંદર : લેન્ડગ્રેબીંગની ફરિયાદમાં હાઇકોર્ટ દ્વારા આરોપીના જામીન મંજૂર

પોરબંદર,તા. ૩ : લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં જામીન આપવાનો હાઇકોર્ટ હુકમ કર્યો હતો.

ફરિયાદની વિગત મુજબ પોરબંદર તાલુકાના બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કમલેશ ભીખુભાઇ જોશી દ્વારા સીમાણી ગામમાં રહેતા નાગાભાઇ જેઠાભાઇ ઓડેદરા સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ એટલે કે લેન્ડ ગ્રેબીંગ એકટની જોગવાઇ મુજબ ફરિયાદ દાખલ કરી પોતાના બાપદાદાના વખતની જમીન આરોપીએ પચાવી પાડેલ હોવાનું જણાવી ફરિયાદ દાખલ કરતા તે અનુસંધાને આરોપી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં તેમના એડવોકેટ આશિષભાઇ ડગલી અને ભરતભાઇ લાખાણી મારફતે જામીન અરજી કરતા હાલના આરોપીએ કોઇ ગુન્હો જ કરેલો ન હોય અને તેને તો વારસાઇમાં જમીન મળેલી હોય અને તેની જમીન પચાવી પાડવાનો કોઇ પ્રશ્ન ન હોય તે સંબંધના ડોકયુમેન્ટરી આધારો સાથે દલીલ કરતા હાઇકોર્ટ દ્વારા આરોપી નાગા જેઠા ઓડેદરાને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલો હતો.

આ કામમાં હાઇકોર્ટમાં આશિષભાઇ ડગલી તથા પોરબંદરમાં દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી.લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા તથા નવધણ જાડેજા રોકાયેલા હતા. 

(12:02 pm IST)