Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કાલાવડમાં આર.સી.ફળદુના જન્મદિનની ઉજવણી

કાલાવડ : તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત બી.બી. & પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય તથા કન્યા પ્રાથમિક વિદ્યાલય તથા કાલાવડ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ તથા અકબરી કન્યા છાત્રાલયનાં આંગણે અનેરા ઉત્સાહ સાથે ગુજરાતનું ગૌરવ અને ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ મંત્રી આર.સી.ફળદુના ૬૫માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૧ ઓગસ્ટ, ૨૦૨૧નાં શુભ દિવસે શૈક્ષણિક સંકુલના આંગણે ખેડ્ત પુત્ર કાલાવડ થી લઇ ગાંધીનગર સુધી પહોંચનાર સફળ રાજકીય, સેવાકીય અને સાદગીમય જીવન જીવનાર  શિક્ષણ, રાજકીય, સામાજીક ક્ષેત્રે વફાદારી અદા કરનાર એવા આર.સી.ફળદુના ૬૫માં જન્મદિવસની શૈક્ષણિક સંકુલમાં ઉજવણી કરવામાં આવી. જન્મદિવસની શુભકામના પાઠવવા સંસ્થાના પ્રમુખશ્રી ગોપાલભાઈ અકબરી તથા ઉપપ્રમુખ મગનભાઈ શિયાણી તથા મંત્રીશ્રી જમનભાઈ તારપરા તથા ખજાનચી વેલજીભાઈ સભાયા, વલ્લભભાઈ વાગડીયા, ગાંડુભાઈ ડાંગરિયા, ગીરધરભાઈ પટોળીયા, સંજયભાઈ ડાંગરિયા, એમ.પી.ડાંગરિયા, અજમલભાઈ ગઢવી, મનોજભાઈ જાની, હસુભાઈ વોરા, ભુપતભાઈ વિરાણી, અભિષેકભાઈ પટવા, ભુમિતભાઈ ડોબરિયા, વિનુભાઈ રાખોલીયા, મહેશભાઈ સાવલીયા, રમેશભાઈ તાળા, રમેશભાઈ તારપરા, વિરેન્દ્રભાઈ જાડેજા, સાદીકભાઈ, બારોટભાઈ, પ્રવીણભાઈ લીંબાણી, હરેશભાઈ આંબલીયા, સંજયભાઈ દોંગા તથા મહિલા મંડળના સભ્યશ્રીઓ હીનાબેન રાખોલીયા, ગીતાબેન મુંગરા, રેખાબેન તારપરા, શિલાબેન ખડેશ્વર, હંસાબેન તારપરા, મનીષાબેન ચીકાણી, કંચનબેન ચીકાણી, બિનાબેન ચીકાણી, વનિતાબેન વિરાણી, તથા અમીપરા પાર્વતીબેન તથા શૈક્ષણિક સંકુલ પરિવાર અને વિદ્યાર્થીની બહેનો તથા રાજકીય - સામાજીક અગ્રણી લોકોની ઉપસ્થિતિમાં પૂર્ણ થયો હતો. આર.સી.ફળદુને શુભેચ્છા પાઠવી તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે તસ્વીર. 

(12:01 pm IST)