Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વેરાવળની રામપરા સ્કુલનું નવુ બિલ્ડીંગ

પ્રભાસપાટણ : વેરાવળ તાલુકાના રામપરા ગામે સરકારના જ્ઞાનશકિત કાર્યક્રમ અંતર્ગત સ્કુલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવેલ અને સાથે મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સથી કાર્યક્રમ નિહાળવામાં આવેલ. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મંત્રી પ્રવિણભાઇ આમહેડાના હસ્તે સ્કુલ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવેલ. આ સાથે મંડળ ઇન્ચાર્જ અને પડવાના સરપંચ જશાભાઇ બારડ, રામપરા ગામના સરપંચ અને સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ રાજાભાઇ અને અન્ય આગેવાનોએ હાજરી આપેલ હતી. જીલ્લા ભાજપ મંત્રી પ્રવિણભાઇ આમહેડાએ સરકારની જૂદી જૂદી કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને સમજૂતી આપેલ હતી અને સરકાર દ્વારા થઇ રહેલ વિકાસના કામોથી માહિતગાર કરેલ હતા.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(12:00 pm IST)