Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વાજડી વડમાં જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ

ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ વર્ષ પુરા થતા લોકઉપયોગી વિકાસ કાર્યનું રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વાજડી વડ મુકામે પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ લોધીકા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેખાબેન પરમારનાં હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઇ રાઠોડ દ્વારા દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેઓએ ગ્રામજનો અને શિક્ષકોને આ યોજનાની માહિતી ગામ લોકો સુધી પહોંચાડવાની અપીલ કરેલ. રાજકોટ જિ. ભાજપ કિસાન મોરચાના મંત્રી પ્રવિણસિંહ (ભીખુભાઇ ડાભી) પૂર્વ પ્રમુખ લોધીકા તા. પંચાયત અનિરૂદ્ધસિંહ ડાભી, લોધીકા તા. યુવા ભાજપ મહામંત્રી ડો. પ્રકાશ વિરડા, લોધીકા તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિશાલભાઇ ફાગલિયા, લોધીકા ભાજપ મંડલ મિડિયા કન્વીનર બી.એમ. ગોસાઇ, તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી પ્રવીણભાઇ માલકિયા, રાજકોટ જિલ્લા યુવા ભાજપ અગ્રણી જયેશભાઇ સાગઠીયા, વાજડી વડ ગ્રામ પંચાયત ઉપ સરપંચ વિજયભાઇ રાઠોડ, યુવા ભાજપ કાર્યકર કમલેશભાઇ વાગડીયા પૂર્વ સરપંચ અશોકસિંહ ખેરડીયા, શાળાના આચાર્ય મુકેશભાઇ દોંગા, કો-ઓરડીનેટર દર્શનભાઇ જોશી, તલાટી મંત્રી કે. એન. ગોહિલ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ. 

(11:57 am IST)