Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ભોજપરા પાસે બાઇક આડે આખલો આવતા પિતા પુત્ર ગંભી

ગોંડલ,તા. ૩ : અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ચોમાસાના કારણે ઘાસ ઊગી નીકળ્યું હોય ખાસ કરીને આખલાઓ ચરતા હોય રોજિંદા અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે ભોજપરા ગામ પાસે બાઈક આડે આખલો આવતા સર્જાયેલ અકસ્માતમાં પિતા-પુત્રને ગંભીર ઇજા થવા પામી હતી.

અરડોઈ ગામના અશોકભાઈ રાઠોડ અને તેનો પુત્ર આકાશ નેશનલ હાઇવે ભોજપરા ગામ પાસે બાઈક પર પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક જ આખલો આડે આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા પુત્ર ગંભીર રીતે દ્યવાતા પ્રાથમિક સારવાર ગોંડલ અપાવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ 

(11:57 am IST)