Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જુનાગઢઃ ચેક રિર્ટના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા. ૩ : જુનાગઢની ચીફ જયુડી.મેજી.સમક્ષ ફરીયાદી મહિપતસિં દડુભાઇ બસીયા દ્વારા આરોપી ગોરધનભાઇ ભાદાભાઇ બાબરીયાની ઉપર રૂ.૯,૭૮, ૦૦૦ ની ચેક રિટર્ન અંગેની ફરીયાદ નેગોશીએલબ ઇન્સ્ટ.એકટ-૧૩૮ મુજબ દાખલ કરવામાં આવેલ. સદરહુ઼ કેસની  ટ્રાયલ જુનાગઢના ચીફ જયુડી. મેજી. સમક્ષ ચાલતા નઆખરે આરોપી ગોરધનભાઇ ભાદાભાઇ બાબરીયાને નિર્દોષ ઠરાવી સદરહું ફરીયાદમાં દોષમુકત જાહેર કરેલ છે.

આ કેસમાં અદાલત સમક્ષ આરોપીના વકીલ અજય વી.જોબનપુત્રાએ ફરીયાદ પક્ષનું ખંડન કરતા ફરીયાદી દ્વારા રજુ કરવામાં આવેલ ચેક બાબતે ક્રોસ એકઝામીનેશન દરમ્યાન ફરીયાદીને પુછવામાં આવેલ પ્રશ્નોતરી મુજબ ફરીયાદી દ્વારા રૂ.૯,૭૮,૦૦૦ કયાં કયારે અને કઇ રીતે આપેલ છે તેમજ સદરહું રકમ બહુ મોટી રકમ હોય તે અંગે ફરીયાદીને કરવામાં આવેલ પ્રશ્નોતરી મુજબ ફરીયાદીએ સદરહું રકમની લેખીત નોંધ કે નાણાં કયાંથી, કઇ રીતે મેળવ્યા છે તેના હીસાબે તેમની પાસે રાખેલ નથી. કે કોઇ નોંધ  છે. નહી. તેવું સાબીત કરવાનું આરોપી તરફે સફળ થતા પુરાવાનો બોજો ફરીયાદી ઉપર આવેલ ફરીયાદીને આરોપી તરફે કોરો ચેક અગાઉના લેણા રૂ.પ૦,૦૦૦ પેટે આપવામાં આવેલ અને તે રકમ પણ ચુકવવામાં આવેલ, પરંતુ ફરીયાદીએ કોરા ચેકનો ખોટો ઉપયોગ કરેલ છે. તેવી પ્રશ્નોતરી કરવામાં આવેલ. ફરીયાદ પક્ષે લીગલ લેણું રૂ.૯,૭૮,૦૦૦ નું સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ.

આ અંગે ચીફ જયુડી. મેજી.જુનાગઢ દ્વારા  કેસની છણાવટે કરી અને તેવું ઓબ્ઝર્વેશન કરેલ કે માત્ર ચેક રીર્ટન થવાથી આરોપીને સજા થઇ શકે નહી. આરોપીને રૂ.૯,૭૮,૦૦૦ ચુકવેલ તેવી કોઇ લેખીત નોંધ કે હીસાબ તેની પાસે રાખેલ નથી. અને કાયદેસરનું લેણું છે તે સાબીત કરવાનો બોજો ફરીયાદી ઉપર છે. ફરીયાદ પક્ષે પોતાની ફરીયાદ મુજબ કાયદેસરનું વસુલાતપાત્ર લેણું સાબીત કરવાનો બોજો ફરીયાદી પર આવે છે પરંતુ સમગ્ર પુરાવો જોતા ફરીયાદ પક્ષે પોતાની ફરીયાદ મુજબની કાયદેસરની વસુલાતપાત્ર લેણું પુરવાર કરવામાં સફળ રહેલ ન હોય તે અંગે સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના તેમજ વિવિધ હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકી અને ેઆરોપી પક્ષે અજય વી.જોબનપુત્રાની દલીલ માન્ય રાખી આરોપી ગોરધનભાઇ ભાદાભાઇ બાબરીયા, રહે. આંકોલવાડી, તા.તલાળા, જી.ગીર સોમનાથને નિર્દોષ છોડી દોષમુકત જાહેર કરેલ છે. આ કામમાં આરોપી તરફે અજય વી.જોબનપુત્રા, એડવોકેટ રોકાયેલા હતા.

(11:53 am IST)