Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ગોંડલ કોલેજ ચોકમાંથી એસ. ટી. બસમાં દારૂ ભરેલ થેલો મળ્યો

તસ્વીરમાં દારૂનો થેલો તથા એસ.ટી.બસ અને પેેન્જરો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

ગોંડલ તા.૩ : ગોંડલમાં એસ.ટી. બસમાંથી દારૂ ભરેલ થેલો મળતા પોલીસેે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલથી રાજકોટ જતી બગસરા, કુંકાવાવ, દેરડી, રૂટની એસ.ટી. બસમાં (નં.જી.જે.૧૮ ઝેડ પ૦૭૭) માં પડેલ એક થેલામાં દારૂ મળતા ડ્રાઇવર અને કંડકટરે ગોંડલ કોલેજ ચોકમાં બસ રોકી દીધી હતી. આ અંગે ગોંડલ સીટી પોલીેસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:48 am IST)