Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

જુનાગઢ જિલ્લાનાં નવા પોલીસવડા રવિ તેજા એકાદ દિવસમાં ચાર્જ સંભાળશે

શ્રેષ્ઠ કામગીરી કરનાર સૌરભસિંઘ કાલે ચાર્જ છોડશે

(વિનુ જોશી) જુનાગઢ તા.૩ છે. જુનાગઢ જિલ્લાના નવા પોલીસ વડા રવિ તેજા એકાદ દિવસમાં ચાર્જ સંભાળશે. જયારે શ્રેષ્ઠ કામગીરી કરનાર એસ.પી. સૌરભસિંઘ આવતીકાલે ચાર્જ છોડનાર હોવાનું જાણવા મળેલ છે.

રાજયના ગૃહ વિભાગે શનિવારની રાત્રે ૭૪ આઇપીએસની બઢતી બદલીના હુકમ કરેલ જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જુનાગઢ એસપી સૌરભસિંઘની એસપી કચ્છ બદલી કરાયેલ જયારે તેમની જગ્યાએ ડીસીપી ઝોન પાંચ અમદાવાદ રવિ તેજા વાસમ શેટીને મુકવામાં આવ્યા છે.

એસ.પી સોરઘસિંઘે તેમના જુનાગઢ ખાતેના બે વર્ષના ફરજ કાળ દરમિયાન  શ્રેષ્ઠ કામગીરી કરીને લોકપ્રિય બન્યા હતા.

નવા એસ.પી. રવિ તેજા માંગરોળ એએસપી તરીકે ઉત્કૃષ્ઠ ફરજ બજાવી ચુકયા હોય અને કડક પોલીસ અધિકારીની છાપ ધરાવે છે તેઓ આજકાલમાં ચાર્જ સંભાળશે.

જયરે વિદાય લેતા એસ.પી. સૌરભસિંઘ આવતીકાલે ચાર્જ  છોડશે તેમ જાણવા મળેલ છે.

(1:00 pm IST)