Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મોરબી જિલ્લામાં કોરોનાના ૧૨ કેસ છે. વધુ બે દર્દીના મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ છે. જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે તો માળિયા તાલુકો કોરોના મુકત બન્યા બાદ ફરીથી એક કેસ નોંધાયો છે. આજે મોરબી જીલ્લામાં વધુ ૧૨ કેસ નોંધાયા છે તો બે દર્દીના મૃત્યુ થયા છેઙ્ગ જયારે ૧૩ દર્દીઓ સ્વસ્થ થયા છે.

મોરબીના નવા કેસોમાં મોરબીની રવાપર રેસીડેન્સીના રહેવાસી ૬૫ વર્ષના પુરુષ, માળીયાના કુંતાસીના ૬૦ વર્ષના વૃદ્ઘા, મોરબીના વજેપરના ૮૦ વર્ષના વૃદ્ઘા, મોરબીની સારસ્વત સોસાયટીના ૪૨ વર્ષના પુરુષ, ફાયર બ્રિગેડ પ્રફુલ ભજીયા વાળી શેરીના ૬૪ વર્ષના પુરુષ, નાગર પ્લોટ મંગલ ભુવનના ૬૩ વર્ષના પુરુષ, હળવદના ચરાડવાના ૨૩ વર્ષના પુરુષ, વાંકાનેરના રહેવાસી ૧૩ વર્ષનો સગીર, ૪૩ વર્ષના પુરુષ, મોરબીના એવન્યુ પાર્ક શેરી નં ૦૧ના ૩૮ વર્ષના પુરુષ, હાઉસિંગ બોર્ડ પેટ્રોલ પંપ વાળી શેરીના ૧૮ વર્ષની યુવતી અને કાલિકા પ્લોટ ૮ના ૫૮ વર્ષના પુરૂષ એમ ૧૨ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

રવિવારે વધુ ૧૩ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે બે દર્દીના મોત થયા છે. મોરબીના કાલિકા પ્લોટ શિવ સોસાયટીના ૪૮ વર્ષના પુરુષનો ગત તા. ૨૯-૦૭ ના રોજ પોઝીટીવ આવ્યો હતો. જયારે રવાપર રેસીડેન્સીના ૫૮ વર્ષના પુરુષનો રીપોર્ટ ગત તા. ૦૧-૦૮ ના રોજ પોઝીટીવ આવ્યો હતો જે બંને દર્દીના મૃત્યુ થયા છે. વધુ ૧૨ કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૬૯ થયો છે જેમાં ૧૩૯ એકટીવ કેસ, ૨૦૬ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે કુલ ૨૪ દર્દીના મોત થયા છે.

(12:58 pm IST)