Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં એકઃ લાલપુરના મોડપરમા અડધો ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધુપ-છાંવનો માહોલ યથાવત

રાજકોટ તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચ તથા જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મોડપરમા અડધો ઇંચ વરસાદ પડયો હતો.

ધોરાજી

 ધોરાજીઃ અને આજુબાજુ વિસ્તારમાં દે ધનાધન એક ઇંચ વરસાદ પડયો હતો. ધોરાજી ભારે બફારા બાદ કાલે બોર પછી ૪ વાગ્યાની આસપાસ જોરદાર વરસાદ પડયો હતો અને ખેડુતોએ વરસાદને આવકાર્યોહતો જાણે કાચુ સોનું એમ ખેડુતો લહેરમાં આવી ગયા હતા આ વરસાદ જુનાગઢ રોડ પાટણવાવ તેમાં ધોરાજીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એક એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો આ વરસાદથી મગફળી કપાસ અને અન્ય તેલીબીયા પાકોને મોટો ફાયદો થશે હાલ ખેડુતોએ કપાસનું વાવેતર ઓછુ કરેલ છે. અને મગફળી અને સોયાબીનનું વાવેતર વધારે થયેલ છે.

જામનગર

જામનગરના લાલપુર તાલુકાના મોડપરમા અડધો ઇંચ વરસાદ પડયો છે.(

(11:48 am IST)