Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

દ્વારકા જિલ્લામાં જુગારના ૧૦ દરોડાઃ મહિલાઓ સહિત ૪૪ શખ્સો બે લાખની મતા સાથે ઝડપાયાઃ પાંચ ફરાર

ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર, મિઠાપુર પંથકમાં સપાટો

ખંભાળિયા તા.૩ : શ્રાવણ આસના મધ્યાંતમાં જુગાર પણ મધ્યાંતરે પહોંચ્યો છે. દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર જુગારના દરોડા ઉપર પોલીસ ત્રાટકતા મહિલાઓ સહિત જુગારીઓને ઝડપી લઇ પોલીસે કાર્યવાહી કરતા તીનપતીના જુગારના રંગમાં ભળ્યો છે. ખંભાળિયા તાલુકા પંચાયત પાછળ જાહેરમાં જુગાર રમતા વિરપાલ ઉર્ફે ભોલો ભાયા જામ. રસીક શામજી અસ્વાર, ભાવેશ સુરેશચંદ્ર વ્યાસ, કમલેશ મોહન નકુમ તમામને રોકડ ૧૦,પપ૦ તથા ફોન નં.૩ કિ. ૬૦૦૦ મળી કુલ ૧૬,પપ૦ ના મુદામાલ સાથે ખંભાળિયા પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

બીજા દરોડામાં ખંભાળીયા પોલીસે  લોહાણા મહાજન વાડી પાછળ જાહેરમાં જુગાર રમતા વિનોદ બહાદુર પરમાર, રવી વજુ કરસાગીયા, કમલેશ દિનેશ બામરોલીયા, બસીર ઓસમાણ સુંભણીયા તમામને રોકડ ૧૭૬૦ ની મતા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં ગુંદાગામે જાહેરમાં કેટલીક મહિલાઓ તીન પત્તીનો જુગાર રમી પૈસાની હારજીત કરે છે. જે બાતમીના આધારે રેઇડ કરતા જયોત્સનાબેન મનસુખ ખીરસરીયા, મોનિકાબેન હરેશ શિહોરા, સરોજબેન દિનેશભાઇ ખીરસરીયા, રાંભીબેન ગીગા, કેસવાલા તમામને ઝડપી લઇ ૪પ૮૦ ની રોકડ કબ્જે કરી હતી રેઇડ દરમિયાન શ્રદ્ધાબેન હરસુખભાઇ શિહોરા અને જયોતિબેન કૌશીક ખીરસરીયા નાશી જતા ગુનો નોધ્યો છે.

ચોથા દરોડામાં ઢેબર ગામે રહેતો મામદ જુસબ હિંગોરા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા હામુસા હિંગોરા, યુસુબ મામદ હિંગોરા, કાસમ હિબાહિમ હિંગોરા, તોસીબ ઇશાક, હિંગોરા, મામદ ઉર્ફે મલો મુસા હિંગોરાના, કાન ઉગા ખાવડુ તથા મકાન માલીક મામદ જુસબ હિંગોરા તમામને રોડક ૧૩,૭૧૦ ની મતા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.

પાંચમાં દરોડામાં જિલ્લા એલસીબીની ટીમે મોડપર ગામે રહેતો હિતેશ ગોપાલ પુરોહીત પોતાની વાડીના મકાનમાં જુગારના સાધનો પુરા પાડતો અને જયોતિ ઉર્ફે બધો મયુર પુરોહીત નાલ ઉઘરાવી જુગારનો અડ્ડો ચલાવતનો હોવાના આધારે એલસીબી પીએસઆઇ વી.એમ. ઝાલા સહિતનાએ રેઇડ કરતા જુગાર રમતા આરીફ આમદ ભટ્ટી રહે. છબીલ ચોક લાલપુર, રીયાઝ ઓસમાણ ડાલી રહે. ચાર થાંભલા લાલપુર તથા જુગારનો અડ્ડો ચલાવતો જયંતિ ઉર્ફે બધો મયુર પુરોહીત ત્રણેય પકડાય જતા સ્થળ પરથી રોકડ ૩પ,રપ૦, મોબાઇલ બે, મોટર સાઇકલ-ર મળી કુલ રૂ ૧,૦૮૭પ૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હતી. રેઇડ દરમિયાન વિક્રમ નારણ નંદાણીયા રહે. મોડપર, હમીર વિરા ગાગીયા રહે. ધુમલી તથા વાડી માલીક હિતેષ ગોપાલ પુરોહીત નાશી છુટતા ત્રણેય સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

છઠ્ઠા દરોડામાં પીએસઆઇ એફ.બી.ગગનીયા સહિતના સ્ટાફે જુવારપર ગામે મેઇન બજારમાં જાહેરમાં જુગાર રમતા રાજેશ મોહન કણજારીયા, ચંદુભીમા પરમાર, મલા દેવશી પરમાર, સામત ઉર્ફે મનોજ કરમણ જાદવ, બાબુ લખમણ પરમાર, જયસુખ નરશી કણજારીયા તમામને રોકડ ૬૪૯૦ તથા મોબાઇલ નંગ-૪ મળી કુલ રૂ૧૧,૪૯૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.

કલ્યાણપુર પોલીસે બિજા કરોડામાં ભાટવડીયા ગામે  જાહેરમાં જુગાર રમતા બાયા ભીખા માડમ, કેશુર ખીમા ચેતરીયા, હરદાસ મસરી માડમ, અરશી કાના ગોરીયા, હેંમત ડોસા માડમ, ટપુ પાલા ભાંગરા તમામને રોકડ ર૭૬૮૦ તથા મોબાઇલ મળી કુલ ર૮ર૮૦ ની મતા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો જયારે કલ્યાણપુર પોલીસે ત્રીજા દરોડામાં ભોગાત ગામની સીમમાંથી જુગાર રમતા રાણા કારા ભાટીયા, સાજા હહરજુગ રૂડાચ, ભરૂભા રવુભા વાઢેર, રાજા વા રૂડાચ, ભાયભા અરજણભા માણેક, હોથીભા મુરૂભા બઠીયા તમામને રોકડ ૧૯૦પ૦ ની મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

જયારે ઓખા પોલીસે ગાંધીનગરરી ભુંગામાં પાતા ટીચતા દેવા રાણા ચાસીયા, કાન દે પંગલર બંનેને રોકડ ૧પ૪૦ ની મતા સાથે ઝડપી લીધા હતા મિઠાપુર પોલીસે સુરજકરાડીમાંથી જુગાર રમતા અનોપસિંહ ધીરૂભા રાયજાદા, રહે. જામનગર અને મુરૂ લાખા ડાંગર રહે. જામનગર બંનને ર૧૩૦ થી મતા સાથે પકડી પાડયા હતા.

સુરજકરાડીમાં બે બોટલ દારૂ સાથે ઝબ્બે

મિઠાપુર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે માણેક ચોક વિસ્તારમાંથી પસાર થતા શખ્સને રોકી પુછપરછ કરતા પોતાનુ નામ જયેશ રાજુ સોઢા જણાવતા પોલીસે તેની તલાશી લેતા કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ બે કિ.રૂ.૧૦૦૦ ની મળી આવતા શખ્સને ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.

(11:47 am IST)