Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ધોરાજી પોલીસ સ્ટેશનમાં બોલેરો સળગાવનાર માનસીક દિવ્યાંગ મહિલા સામે ગુન્હો

 ધોરાજી,તા.૩: ધોરાજી પોલીસ સ્ટેશનમાં બોલેરામાં આગ લગાડનાર માનસીક દિવ્યાંગ મહિલા સામે ગુન્હો નોંધાયો છે.

પોલીસ સ્ટેશનમાં વાહનનો મુદામાલ રાખેલ તે જગ્યાએ પોલીસની સરકારી બોલેરો જે અગાઉ એકસ્માતમાં નુકશાન થયેલ આ બોલેરોમાં આગ લાગેલનું જણાવેલ જેથી અમો પોલીસ સ્ટેશને આવતાઙ્ગ પો.સ્ટે.નાં કનકસિંહ જાડેજા, કોમ્યુટર ઓપરેટર એકતાબેન વાદ્યેલા, પો.સ્ટે. પિકેટમાં રહેલ હોમગાર્ડઝ નાં નરેશભાઇ ચંદુભાઇ જાગાણી પોલીસ સ્ટેશનના પાણીના નળથી આગ ઠારતા હતા અને ધોરાજી નગરપાલીકા ફાયર બ્રિગેડને જાણ કરાતા આગને પાંચ સવા પાંચેક વાગ્યા સુધીમાં ફાયરબ્રિગેડે ઠારી દીધેલ હતી.ત્યા૨ બાદ આ આગ કોણે લગાવેલ. જે બાબતે પોલીસ સ્ટેશનમાં રહેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા સવાર નાં ૪ ને ૨૬ મીનીટે એક મહિલા આ સરકારી બોલેરોને આગ લગાવી જતી સીસીટીવી રેકોર્ડિંગ માં જોવામાં આવેલ હતી આજુબાજુમાં તપાસ કરતા આ મહિલાઙ્ગ સી. પી.આઇ કચેરી માં જોવામાં આવેલઙ્ગ આ મહિલાની પુછપરછ કરતા પોતે પોતાનું નામ દીવાળીબેન બચુભાઇ સાકરીયા જાતે.કોળી ઉ.વ.૩૫ રહે. ધોરાજી જમનાવડ રોડ નવી હવેલી સામે સંગાથ એપાર્મેન્ટની બાજુમાં રહેતી હોવાનું જણાવેલ હતુ. અને પોતે માનસીક દિવ્યાંગ હોય તેમ બકવાસ કરતા જણાઇ આવેલ. આ મહિલા ધોરાજી માં તેના ભાઇ પ્રવિણભાઇ તથા તેની માતા જયાબેન સાથે રહેતી હોવાનું જણાવેલ હતું.જેથી આ મહિલા એ સરકારી બોલેરો રજી નં.GJ 03 GA 0512 જે અગાઉ અકસ્માતમાં નુકશાન થયેલ હોય જે પોલીસ સ્ટેશનના વાહનના મુદામાલની બાજુમાં રાખવામાં આવેલ જેને સળગાવી નુકશાન કરી આઇ.પી.સી. કલમ ૪૩૫ તથા ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એકટ ૧૯૮૪ ની કલમ ૩ તથા ૪ મુજબનો ગુન્હો કરેલ હોય જેથી આ મહિલા સામે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ધોરણસર ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.(

(11:43 am IST)