Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ગોંડલની ઉમરાળા ચોકડી પાસે બાઈક સ્લીપ થતા જયદીપ અભાણીનું મોત ;સાગરને ગંભીર ઇજા

મિત્ર સાથે બાઇકમાં જતા અચાનક બ્રેક મારતા બાઈક સ્લીપ થયું

 

 ગોંડલની ઉમવાળા (ઉંબાળા) ચોકડી પાસે અચાનક બ્રેક મારવાથી સ્લિપ થયેલા બાઈકના અકસ્માતમાં ચાલકનું મૃત્યુ થયુ હતું. જયારે બાઈક સવારને હાથે પગે ફ્રેચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

   અંગેની વિગત મુજબ ગોંડલમાં આશાપુરા રોડ, યોગીનગરમાં રહેતા પટેલ સાગરભાઈ ભોગીભાઈ કણસાગરા (.30)  ગઈ તા.9/7/2019ના રોજ મિત્ર જયદિપભાઈ કિશોરભાઈ અભાણી (રહે. કપુરીયા ચોક, ગોંડલ)ના જીજે 3 ડીએમ 910 નંબરના બાઈક પર બેસી જઈ રહ્યો હતો. ત્યારે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ ગોંડલના ઉમવાળા (ઉંબાળા) ચોકડી પાસે જયદિપે અચાનક બ્રેક મારતા બાઈક સ્લીપ થતા બન્ને મિત્રો રોડ પર ગબડતા જયદિપનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
  
જયારે બાઈક સવાર સાગરને હાથે પગે ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસના પીએસઆઈ બી.એસ. ઝાલાએ મૃતક બાઈક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:07 pm IST)