Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ધોરાજીમાં નકલી જંતુનાશક દવાનો જથ્થો ઝડપાયો : બે આરોપીઓની ધરપકડ :વધુ ખુલાસા થવા સંભવ

સુપેડી રેલવે ફાટક પાસે ખેતરના ગોડાઉનમાંથી ધોરાજી પોલીસે જથ્થો ઝડપ્યો

 

ધોરાજીમાંથી નકલી જંતુનાશક દવાનો જથ્થો ઝડપાયો છે ધોરાજી  પોલીસે 2 લાખ 33 હજાર 660 હજારના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે

 આ અંગે મળતી વિગત મુજબ  સુપેડીના રેલવે ફાટક પાસે આરોપીની માલિકીના ખેતરના ગોડાઉનમાં નકલી જંતુનાશક દવાનો જથ્થો હોવાની બાતમી મળતા ખેતીવાડી વિભાગના અધિકારી એન. એ. કલોલાએ પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા

   દરોડા દરમિયાન એક જાણીતી જંતુનાશક દવાની કંપનીની ડુપ્લીકેટ દવાનો જથ્થો મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની પુછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા સેવાઇ રહી છે

(9:58 pm IST)