Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

જુનાગઢ જીલ્લામાં સૌથી વધુ વિસાવદરમાં ૭૮.૯૦ અને સૌથી ઓછો માંગરોળમાં ૩૭.૪૦ ટકા વરસાદ

સોરઠનો સિઝનનો કુલ વરસાદ પ૩.૪પ ટકા

જુનાગઢ તા.૩ : જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસનાં વરસાદને લઇને સીઝનનો વરસાદ પ૩.૪પ ટકા થયો છે.

 

છેલ્લા ર૪ કલાક દરમિયાન સોરઠમાં ર૧ર મીમી વરસાદ નોંધાતા અત્યાર સુધીનો કુલ વરસાદ ૪૭૪૦ મી.મી. થયો છે.આજે પણ સવારથી જિલ્લાભરમાં વરસાદી વાતાવરણ છે અને સવારના ૬ થી ૧૦ના ૪ કલાકમાં માંગરોળ ખાતે ૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના વાવડ નથી.

સોરઠમાં મેઘરાજાએ લીલા લહેર કરી દેતા ધરતીપુત્રો સહિતના લોકો ખુશ થઇ ગયા છે. અત્યાર સુધીનો સીઝનનોા કુલ વરસાદ પ૩.૪પ ટકા નોંધાઇ ચુકયો છે. જેમાં સૌથીા વધુ ૭૮.૯૦ ટકા વરસાદ વિસાવદર ખાતે થયો છે. જયારે સૌથી ઓછોા ૩૭.૪૦ ટકા વરસાદ માંગરોળમાં થયો છે.

આમ અત્યાર સુધીમાં સીઝનનો કુલ વરસાદ પ૩.૪પ ટકા થઇ જતાં મહંદ અંશે સિંચાઇ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઇ ચુકયો છે અને મુરઝાતી મોલાત ફરી સજીવન થઇ ગઇ છે.

અત્યાર સુધીનાં કુલ વરસાદની વાત કરીએ તો કેશોદ ૩૯૦ મીમી, જુનાગઢ ૪૪૬, ભેંસાણ ૪૦૮ મી.મી., મેંદરડા ૬૪૬, માંગરોળ ૩રર, માળીયા હાટીના ૪ર૪, માણાવદર ૩૩૦, વંથલી પર૮ અને વિસાવદર ખાતે  ૮૦૦ મી.મી. વરસાદ થયો છે.

(1:14 pm IST)