Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આટકોટ પોલીસ દ્વારા મહિલા દીનની ઉજવણી

આટકોટ,તા.૩: સુરક્ષા સેતુ સોસાયટી અતર્ગત આટકોટ પોલીસ દ્વારા મહિલાઓમાં કાયદાનું અને  સુરક્ષાનું જ્ઞાન વધે તે માટે જ્ઞાન સાથે ગમ્મતનો કાર્યક્રમ રાખી મહિલા-દીનની ઉજવણી કરી હતી.

આટકોટની વિદ્યા-વિહાર હાઇસ્કુલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પુવર્તમાન સમયમાં મહિલાઓએ તેમની સુરક્ષા કેમ કરવી તે વિશે પ્રારંભમાં આટકોટ પોલીસ મથકના પી.એસ.આઇ. કે.પી.મેતાએ મહિલાઓને સમજણ આપી 'પોલીસ પુજાના મિત્ર'તેવું કહ્યુ હતું.

ત્યારબાદ આટકોટ પોલીસ સ્ટેશનના મહિલા એ.એસ.આઇ. ધર્મિષ્ઠાબેન માઢક ઉપસ્થિત વિદ્યા-વિહાર હાઇસ્કુલ વિદ્યાથીનીઓ અને બહેનોને કાયદા વિશે સમજણ આપી હાલ વધી રહેલા સાઇબર ક્રાઇમથી બચવા મહિલાઓને ચેતવી હતી.

પોલીસ ખાતા દ્વારા ચાલતી મહિલા હેલ્પ લાઇન વિશે સમજણ આપી મહિલાઓએ તેમની અને પરિવારની સુરક્ષા માટે આગળ આવવા કહ્યું હતું. અંતમાં વધવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પોલીસ દ્વારા નિબંધ સ્પર્ધા , વકતૃત્વ સ્પર્ધા તેમજ એસ.પી.સી.ના કુેડેટસો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે આટકોટના મહિલા સરપંચ લીલાવંતી ખોખરીયા, ઉપસરપંચ ઇલાબેન જોટંગીયા, ટ્રસ્ટી આઇ. ધર્મિષ્ઠાબેન માઢક, મુકેશભાઇ ધુુધલ, પોલીસ સ્ટાફ શાળાનો શિક્ષક સ્ટાફ તથા ગામમાંથી બહેનો હાજર રહ્યા હતા. આભાર વિધિ વિદ્યા વિહાર હાઇસ્કુલના આચાર્યએ કરી હતી.

(12:04 pm IST)