Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

તાલાલા ગીરમાં શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરે ''ઓમ નમઃ શિવાય'' અખંડ ધુનનો ૩પમા વર્ષમાં પ્રવેશ

વાંકાનેર તા. ૩: તાલાલા ગીરમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર-મોટા હનુમાન, શ્રી ઉદાસીન આશ્રમ ખાતે સદ્દગુરૂદેવશ્રી સોબરનદાસજી બાપુની અસીમ કૃપાથી તાલાલા શહેરમાં બિરાજતા શ્રી બ્રહ્મેશ્વર દાદાના પાવન સાનિધ્યમાં શ્રાવણ માસમાં પંચાક્ષર મંત્ર ''ઁ નમઃ શિવાય''ની અખંડ ધૂન આખો માસ ચાલે છે. જે અખંડ ધૂનનો તા. ૧-૮-ર૦૧૯ના ગુરુવારના રોજ શુભ પ્રારંભ થયેલ છે જે આખો શ્રાવણ મહિનો ર૪ કલાક ધુન ચાલશે જે ધુનનો આજે (૩પમાં) વર્ષમાં શુભ પ્રારંભ થયેલ છે.

અખંડ ધૂનમાં તાલાલા શહેરના ભાવિક-ભાઇઓ-બહેનો બહોળી સંખ્યામાં લાભ લ્યે છે તેમજ તાલાલાના આજુ-બાજુના ગામડાઓમાંથી ધુન મંડળીઓ તેમજ ભાવિક ભકતજનો પ્રતિ વર્ષ લાભ લ્યે છે. શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ઁ નમઃ શિવાયના નારાથી ગુંજી ઉઠે છે. દિવ્ય ભકિતમય વાતાવરણ થાય છે. આ જગ્યામાં સદ્દગુરુદેવશ્રી સોબરનદાસજી બાપુએ (૩૪) વર્ષ પહેલા અખંડ ધૂન શરૂ કરાવેલ હતી જે આજે અવિરત શ્રાવણ માસમાં ચાલે જ છે. તેમજ જન્માષ્ટમીના રોજ શ્રી બ્રહ્મેશ્વર    મંદિરેથી    સાંજના પ-૦૦ કલાકે શ્રીકૃષ્ણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળે છે.

તા. ૩૦ને શુક્રવારના અખંડ ધુનની પૂર્ણાહુતી પ્રસંગે સાંજના પ-૦૦ કલાકે શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મદિરેથી ભવ્ય રવેડી ભગવાન ભોળનાથની નીકળશે જે રવેડી વાજતે-ગાજતે શરણાઇના સૂરો સાથે તાલાલા શહેરના મુખ્ય માર્ગ પર પરિભ્રમણ કરી ફરી મંદિરે પહોંચશે. ત્યારબાદ સૌ ભકતજનો દિવડાની મહાઆરતી શ્રી બ્રહ્મેશ્વર દાદાની કરશે.

લાભ લેવા શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, શ્રી ઉદાસીન આશ્રમના મહંત પ. પૂ. શ્રી સતનામદાસબાપુ તેમજ ''હરીહર ગૃપ'' મંડળ વતી તાલાલાના ભકતજન શ્રી

(12:02 pm IST)