Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ઓખામાં શ્રાવણ માસ નિમિતે વિશ્વેશ્વર મહાદેવ મંદિરે પંચકુંડી યજ્ઞનો પ્રારંભ

ઓખા તા. ૩ : દરિયા કિનારે વ્યોમાણીમાતા, વિરમેશ્વર મહાદેવ, જલારામબાપા તથા જય જુલેલાના ચાર મંદિરો ઓખા મંડળના ભામાશા વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા બનાવવામાં આવેલ જે સ્થળનું નામ વ્યોમાણીધામ રાખવામાં આવેલ છે

વ્યોમાણી ધામ વિરમેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસ નીમીતે માણેક પરિવાર દ્વારા 'પંચ કુડી હોમાત્મશ મહા અતિ રૂદ્ર થઇ' શુભ પ્રારંભ કરવામાં આવ્યો. જેના મુખ્ય યજમાન વિજયભાઇ માનણભા માણેક રહેલ. આ યજ્ઞ ૩૦ દીવસ એટલે કે તા.ર ઓગષ્ટથી તા.૩૦ ઓગષ્ટ સુધી ચાલશે. આ યજ્ઞમાં જે કોઇ ભાવિકોને લાભ લેવો હોય તેમણે પોતાના નામ મંદિરે પુજારી પાસે લખાવી જવુ. જેમાં એક દંપતીએ એ ક દિવસ યજ્ઞમાં બેસવાનું રહેશે.

દરરોજ પાંચ પાંચ કપલ પાંચ કુંડમાં બેસશે સવારે નવથી બાર અને બપોરે ત્રણથી ૭ સુધી બેસવાનું રહેશે ચાર કપલો એમ.એમ. ગોસાઇભાઇ, રમેશભાઇ મજીઠીયા, જલ્પેશભાઇ સીમરીયા, હરેશભાઇ ગોકાણી સાથે મુખ્ય યજમાન વિજયભાઇ માણેકે પાંચ કુંડની પુજા કરી પ્રથમ આહુતી સાથેઁ સ્વાહા ના મંત્ર કરતા આ હવનનો પ્રારંભ કર્યો હતો. જે શિવ ભકતોએ આ માહ રૂદ્રી યજ્ઞનો લાભ લેવા ઇચ્છા હોય તેઓએ પોતાનું નામ તથા તારીખ મેળવી લેવી

(10:34 am IST)