Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

હવે મહારાષ્ટ્રના રેશનકાર્ડ ધારકો ગુજરાતની કોઇ પણ દુકાનેથી રાશનનો જથ્થો મેળવી શકશે

અમરેલી, તા.૨: કેન્દ્ર સરકાર દ્વારા IM-PDS  યોજના અંતર્ગત NFSA હેઠળના સમાવિષ્ટ લાભાર્થીઓ કે જે અન્ય રાજયમાં સ્થળાંતરિત થયેલ હોય તેમને મળવાપાત્ર અનાજનો જથ્થો જે તે સબંધિત રાજયમાંથી મેળવી શકે તે માટે ૧ ઓગસ્ટ થી નેશનલ પોર્ટેબિલિટી અમલમાં મુકવામાં આવી છે. જેના અમલીકરણથી ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજયનું કલસ્ટર રાષ્ટ્રીય પોર્ટેબિલિટી માટે નક્કી થયેલ છે.

આથી ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના રેશનકાર્ડ ધારકો કે જેઓનો NFSA -૧૩ અંતર્ગત સમાવેશ થયેલો હોય તેવા પ્રવર્તમાન કેટેગરીના વિતરણ પ્રમાણ અને ભાવથી આધાર આધારિત પ્રમાણીકરણ પછી મળવાપાત્ર અનાજનો જથ્થો રાજયની કોઈ પણ વ્યાજબી ભાવની દુકાનેથી મેળવી શકશે. આ પ્રમાણે મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતના કાર્ડધારકો પણ લાભ મેળવી શકશે.

(10:33 am IST)