Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

શાપર-વેરાવળમાં કારખાનામાં આગ લાગતા ત્રણ લાખનું નુકશાનઃ કારમાં આગ લાગતા ચાલક સહિત બે વ્યકિતનો ચમત્કારીક બચાવ

શાપરઃ શાપર-વેરાવળ આગ લાગવાના બનાવમાં ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ક્રિષ્ના બાયોટેક પ્રા.લી.નામના કારખાનામાં શોર્ટ સકિંટના કારણે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ કરતા રાજકોટ ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં ત્રણ લાખનું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે. જયારે બીજા બનાવમાં શાપર ગામમાં એક જીજે.૩પીએ૪૬૧૬ નંબરની ફોર વ્હીલમાં આગ લાગી હતી. કારમાં બેઠેલા ચાલાક સહિત બે વ્યકિતઓ તાકીદે બહાર નીકળી જતા તેનો ચમત્કારીક બચાવ થયો હતો. (તસ્વીરઃ કમલેશ વસાણી શાપર વેરાવળ)(૨૩.૪)

 

(12:28 pm IST)