Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

સોૈની યોજના પ્રોજેકટની ગેરરીતિ અને ખેડૂતોને વળતર ન આપવા મામલે આવેદન

ગારીયાધાર તા.૩: તાલુકામાં પસાર થતી સોૈની યોજના વિકળીયા થી શેત્રુંજી લીંકના પ્રોજેકટની પાઇપલાઇનોમાં ગરેરીતિ અને ખેડૂતોના જમીનના વળતર ન આપવા મામલે આવેદન પત્ર પાઠવાયું હતું.

જે આવેદન પત્રમાં સોૈની યોજનામાં ખેડૂતોની જમીનોમાં નાખવામાં આવતી પાઇપલાઇનોમાં ગેેરરીતિ અને ખેડૂતોને વળતર પુરૂ આપવામાં આવતું ન હોવાની રાવો ઉઠવા પામી છે. સરકાર દ્વારા આપવામાં આવતી કામની સમય મર્યાદા પૂર્ણ થયેલ છે. કામના સમયગાળામાં કામ પુરૂ ન થતા ખેડૂતોને જમીનમાં નુકસાન થવા પામ્યું છે. કંપનીના મેનેજરોને વારંવાર જાણ કરવા છતા કોઇ પગલા લેવામાં આવતા નથી. કામમા બેદરકારી હોવા છતા ખેડૂતોને ધાક-ધમકી આપી માનસીક અને આર્થિક રીતે હેરાનગતિ આપવામાં આવે છે. જમીન બ્લાસ્ટીંગ અને ઇલેકટ્રીક પોલથી ખેડૂતોને જાનમાલને નુકસાન થવાની સંભાવના હોવાથી ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા કંપની મેનેજર દ્વારા ખેડૂતો સામે ખોટી ફરીયાદો કરી માનસીક રીતે હેરાન કરવામાં આવે છે જો આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂત આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. (૧.૧૦)

(12:22 pm IST)