Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

વાતાવરણમાં પલ્ટોઃ ભાવનગર, મહુવા, વિંછીયા, રાજકોટમાં ઝરમર

સોૈરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન સાથે કયાંક વાદળા તો કયાંક ધુપ-છાંવનો માહોલ

રાજકોટ તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

 

જેમા કયાંક વાદળા તો કયાંક ધુપ - છાવવાળુ હવામાન છવાયેલુ છે.

આવા વાતાવરણ વચ્ચે આજે સવારે ભાવનગર, મહુવા , વિંછીયા , રાજકોટમાં ઝરમર છાંટા રૂપે વરસાદ વરસ્યો હતો.

ભાવનગર

ભાવનગર શહેર અને મહુવામાં આજે સવારે છુટોછવાયો વરસાદ પડ્યો હતો.

એકાદ અઠવાડીયાના વિરામબાદ આજે શુક્રવારે સવાર થી જ ભાવનગરમા વરસાદી માહોલ ઉભો થયો હતો. શહેર સવારે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે જીલ્લામાં મહુવામાં સવારે ૮ વાગે ૫ મી.મી વરસાદ નોંધાયો છે. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ પુનઃ પધરામણી કરી છે.  શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ ઉભો  થતા વરસાદ પડવાની સંભાવના છે.

વિછીયા

અહિં રાત્રીના ૩ વાગ્યે ઝરમર - ઝરમર અતી ધીમો વરસાદ શરૂ થયો છે. જો કે વિછીયા પંથક અને તાલુકાભરના  ખેડુતો હવે ધોધમાર મુશળધાર વરસાદની રાહ જોઇ રહ્યા છે. અહીના ખેડુતો ને બબ્બે - ત્રણ ત્રણ વખત વાવણી કરવી પડી છે. પ્રથમ રાઉન્ડ ના વરસાદ થી અહીના તળાવ-કુવા તળ ખાલી રહી ગયા છે.  ઉભા પાક ને હાલ વરસાદ ની જરૂરીયાત છે.  ધરતીપુત્રો આકાશ તરફ આશાભરી મીટ માંડી બેઠા છે... પધારો  મેઘરાજા ... વેલકમ મેઘરાજા...!

ખંભાળીયા

ખંભાળીયાઃ શહેરમાં પણ આજે પલ્ટાયેલા વાતાવરણ સાથે ઝરમર છાંટા પડયા હતા.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહત્તમ ૩૪, લઘુતમ ર૬.૯ ભેજ ૮પ ટકા પવન ૧પ.૩ કિ.મી. પ્રતિ કલાક ઝડપ રહી હતી.

 

(12:20 pm IST)