Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

જામનગર શહેરમાં રહણાંક મકાનમાં જુગાર રમતા છ શંકુનીઓ ઝડપાયા

રોક તથા મોબાઇલ મળી કુલ ૪૭,પ૦૦ નો મુદ્દામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ

જામનગર: જામનગર જીલ્લાના પોલીસ વડા  પ્રેમસુખ ડેલૂ  નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.  આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા,

 

દરમ્યાન જામનગર એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ વનરાજભાઇ મકવાણા તથા અશોકભાઇ સોલંકી તથા ધનશ્યામભાઇ ડેરવાળીયાને મળેલ હકિકત આધારે નીચે જણાવેલ નામ વાળા ઇસમો ગંજીપાના વડે જુગાર રમતા મળી આવતા તેના કબ્જા માથી રોકડ રૂ. ૨૨,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૨૫૦૦૦/-ગંજીપતા પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦0૦ મળી કુલ કિ.રૂ.૪૭,૫૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા પોલીસ કોન્સ કિશોરભાઇ પરમાર એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ.  આર.બી.ગોજીયાએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે

(૧) મમતાબેન કેતનભાઇ દવે બ્રામણ રહે. સત્યનારાયણ મંદિર રોડ ગાજરફળી શેરીમા જામનગર, (ર) ખ્યાતીબેન કેતનભાઇ દવે બ્રામણ રહે. સત્યનારાયણ મંદિર રોડ ગાજરફળી શેરીમા જામનગર, (૩) નિકીતાબેન બ્રિજેશભાઇ ચાવડા મોચી રહે. નાગર ચકલો લાલા મેતાની શેરી જામનગર, (૪) રાજેબેન ઇન્દ્રવર્ધન ગુસાણી સોની રહે.સત્યસાઇ સ્કુલ સદગુરૂ કોલોની સ્પંદન નં-૫૦૨ જામનગર,  (૫) ડીમ્પલબેન કપીલભાઇ ગઢીયા દરજી રહે.લાલામેતાની શેરી છાપીયાશેરી જામનગર, (૬) હરેશભાઇ જયસુખલાલ ત્રિવેદી બ્રામણ રહે.મોટી ભલસાણ તા.જી.જામનગર નાશી જનાર દિપકભાઇ મોઢા જાતે બ્રામણ રહે.જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે

આ કાર્યવાહી પો.ઇન્સ. કે.કે.ગોહીલ ની સુચના થી પો.સ.ઇ.  આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા ,રાકેશભાઇ ચૌહાણ તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(5:58 pm IST)