Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

મોરબીમાં રાજ્યમંત્રીના હસ્તે પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું

કપિલા હનુમાનજીના મંદિર પાસેથી વાવડી રોડના નાકા સુધી પેવર બ્લોક નખાશે

 મોરબી નગરપાલિકાના ઉપક્રમે રાજ્યમંત્રીના હસ્તે મોરબીમાં કપિલા હનુમાનના મંદિર પાસેથી આસ્વાદ પાન સુધી તથા વાવડી રોડના નાકા સુધી પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુર્હત કાર્યક્રમમાં અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.

મોરબીના કપિલા હનુમાનજીના મંદિર પાસેથી આસ્વાદ પાન સુધી તેમજ વાવડી રોડના નાકા સુધી પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત મોરબી નગરપાલિકાના ઉપક્રમે તેમજ રાજ્યમંત્રી અને મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, પવડી વિભાગના ચેરમેન દેવાભાઈ અવાડિયા અન્ય ચેરમેન ભાવિકભાઈ જારીયા, હર્ષદભાઈ કનજારિયા, ગિરિરાજસિંહભાઈ, મમતાબેન, હનીફભાઈ મોવર, મહિલા મોરચા પ્રમુખ નિર્મળાબેન હડિયલ, સુરભીબેન, સદસ્ય ભગવાનજીભાઈ કણજારીયા, સુરેશભાઈ શિરોહયા, અમિતભાઈ ગામી, રાજુભાઈ રામાવત, જસાભાઈ સોનગરા, શૈલેષભાઈ પટેલ, કે. કે. પરમાર, મીનાબેન દીક્ષિત,ભગવાનજીભાઈ ઠાકર,મોહસીનભાઈ, ભાજપ પક્ષના આગેવાનો નગરપાલિકાના અધિકારીઓ તેમજ આ વિસ્તારના મોટી સંખ્યામાં પ્રજાજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા.

(12:52 am IST)