Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસ સામે કોપીરાઈટ ભંગના આરોપે સર્જી ચકચાર

ગઝલકાર અમૃત ઘાયલના પુત્રએ ભુજ પોલીસને ફરિયાદ નોંધવા આપી અરજી

ભુજ : જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસ વિરુદ્ધ કોપીરાઇટ એકટના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધવાની માગણીએ ચકચાર સર્જી છે. ગઝલકાર અમૃત ઘાયલના પુત્ર નિલેશ ભટ્ટ દ્વારા ભુજ એ ડિવિઝન પોલીસને આ સબંધે અરજી આપી મનહર ઉધાસ સામે અમૃત ઘાયલની ગઝલો થકી આર્થિક સામાજિક લાભ મેળવવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. અરજીમાં નિલેશ ભટ્ટના જણાવ્યા પ્રમાણે તેમના પિતા અમૃત ઘાયલનું ૨૫/૧૨/૨૦૦૨ માં અવસાન થયું હતું. એ પૂર્વે તેમના પિતાએ મનહર ઉઘાસને તેમની લખાયેલી ગઝલો ગાવા અને ઓડિયો કેસેટ માટે મંજૂરી આપી હતી. જેનો ગેરલાભ લઈને મનહર ઉધાસે ગઝલોની ઓડિયો સીડી ઉપરાંત યુ ટ્યુબ અને સોશ્યલ મીડીયાના માધ્યમથી વગર મંજૂરીએ ગઝલો પ્રસિદ્ધ કરીને આર્થિક સામાજિક લાભ મેળવ્યો છે. તેમના પિતા અમૃત ઘાયલ રચિત ગઝલો "આઠો જામ ખુમારી" નામથી ૧૯૯૪ માં પ્રકાશિત થઈ હતી. જેના કોપીરાઈટના હક્ક તેમના માતા સ્વ. ભાનુમતી અમૃતલાલ ભટ્ટ હતા હવે તેમના સીધા વારસદાર તરીકે કોપીરાઈટના હક્ક પોતાના (નિલેશ અમૃતલાલ ભટ્ટ) ના બને છે. પણ, મનહર ઉધાસે ગઝલકાર અમૃત ઘાયલના વારસદાર તરીકે પોતાની મંજૂરી લીધા વગર કોપીરાઈટ એકટનો ભંગ કર્યો છે. એ સંદર્ભે કોપીરાઈટ એક્ટ હેઠળ મનહર ઉધાસની સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગણી સાથે નિલેશ અમૃતલાલ ભટ્ટ દ્વારા અરજી કરાઈ છે. ભુજ એ ડિવિઝન પોલીસે અરજી અનુસંધાને વધુ તપાસ હાથ છે

(12:04 am IST)