Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ધોરાજી નગરપાલિકાના કર્મચારી કોરોનાની ઝપટે : પાલિકાના અન્ય કર્મચારીઓની કોરોનાની તપાસ નહીં થતા કર્મચારીઓમાં ભય : આરોગ્ય વિભાગ સત્વરે કાર્યવાહી કરે તે હિતકારક

ધોરાજી :- ધોરાજી ખાતે ગતરોજ શહેરી વિસ્તારના નવ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં એક નગરપાલિકાના કર્મચારી પણ કોરોનાની ઝપટે ચડ્યા હોવાની માહિતી મળી રહી છે. ત્યારે તેમના સંપર્ક માં આવેલ પાલિકાના અન્ય કર્મચારી, અધિકારી,પદાધિકારી,અને અરજદારો સંપર્કમાં આવ્યા હોય તો તે બાબત ગંભીર ગણી શકાય.

આ મામલે પાલિકાના અન્ય કર્મચારીઓ એ પોતાનું નામ ગુપ્ત રાખવા જણાવી પત્રકારો સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી કે પાલિકાના એક કર્મચારીને તા. 2/7/20 ના રોજ કોરોના પોઝિટિવ ડિટેક્ટ થયો હતો. અને એ કર્મચારી પાલિકાના અન્ય કર્મચારીઓ સાથે સંપર્કમાં આવેલ હોય તે સ્વાભાવિક છે. આવા સંજોગોમાં આરોગ્ય વિભાગ દ્વારા અન્ય કર્મચારીઓ નો કોરોના રિપોર્ટ કરવો જોઈએ...તેમ જણાવેલ.

ધોરાજી માં હાલ કોરોના પોઝિટિવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પાલિકાના કર્મચારીઓ પણ ભય ગ્રસ્ત દેખાઈ રહ્યા છે. આખરે કર્મચારીઓના પરિવારજનો કે અન્ય અરજદારો સામે પણ જોખમ નકારી શકાય નહીં.

પાલિકાના કર્મીને કોરોના પોઝિટિવ આવ્યાના 24 કલાક વીત્યા પછી જો અન્ય કર્મચારી ની આરોગ્ય તપાસ ન થાય તો આ ગંભીર બાબત ખુબજ નુકશાન કારક સાબિત થઈ શકે. આ મામલે આરોગ્ય વિભાગ સત્વરે કાર્યવાહી કરે તે હિતકારક રહેશે

(5:17 pm IST)