Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ ૧૦ને કોરાના

વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડીના દર્દીઓને સારવારમાં ખસેડાયા

વઢવાણ તા.૩ : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. આજે જીલ્લામાં કોરોનાના વધુ ૧૦ પોઝીટીવ કેસ આવતા તમામને સારવાર માટે ખસેડાયા છે. આજે સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રામાં કુલ ૧૦ કેસ નોંધાયા છે. તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૧૭૯ થયો છે.

(3:37 pm IST)