Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અમરેલી કલેક્ટરનું જાહેરનામુ: જિલ્લામાં પ્રવેશતી બસનું ડિસ-ઈન્ફેક્શન નહિ થાય તો ફરિયાદ કરાશે

લેખિત ફરિયાદ કરવામાં આવશે તેવો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કલેકટરે જાહેનામું બહાર પાડ્યું છે. જિલ્લા બહારથી આવતી તમામ ખાનગી બસોનું જિલ્લામાં પ્રવેશ કર્યા બાદ ફરજીયાત 1 % સોડિયમ હાઇપોક્લોરાઈટથી બસનું ડીસ ઇન્ફેશકશન કરવાનું રહેશે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. નોડલ અધિકારીએ સાંજે જિલ્લા સર્વેલન્સ અધિકારીને આ અંગેની તમામ માહિતી આપવાની રહેશે. આ માર્ગદર્શિકાનો ભંગ થશે અથવા ઉલ્લંઘન કરનારને કલમ 188 અને 269 મુજબ લેખિત ફરિયાદ કરવામાં આવશે તેવો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમરેલી જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આગામી એક મહિના સુધી જિલ્લો સંપૂર્ણ કંટ્રોલમાં રહેશે. રાત્રિના 10 વાગ્યા બાદ સંપૂર્ણપણે કર્ફ્યુનુ પાલન કરવુ પડશે. અમરેલી જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.

(1:22 pm IST)