Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ભાવનગરમાં કોરોનાના વધુ ૬ કેસ

ભાવનગર, તા., ૩: ભાવનગરમાં આજે સવારે ૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે ભાવનગર જીલ્લાનો કોરોના પોઝીટીવનો કુલ આંક વધીને ૨૯૫ થયો છે.

કોરોના વાયરસે ભાવનગરમાં સ્પીડ પકડી છે. તેની દિવસે દિવસે કેસ વધી રહયા છે. આજે શુક્રવારે સવારે વધુ છ પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

ભાવનગરનાં ગાયત્રીનગર સમર્પણ સોસાયટી બ્લોક નં. ૧૦ માં રહેતા પરેશભાઇ શાંતીભાઇ ભટ્ટ (ઉ.વ.પપ) વિજયરાજનગર શેરી નં. પ પ્લોટ નં. ૩૭૮માં  રહેતા લાભુબેન ભીખાભાઇ ચણઘણ (ઉ.વ.પ૩) વડવાનેરા પીઠવાળો ખાંચામાં રહેતા હમીદાબેન રફીકભાઇ અગરીયા (ઉ.વ.૪૩), આર.ટી.ઓ. રોડ શિવનગર સોલાપરીમાં રહેતા કલ્યાણભાઇ જીવરાજભાઇ કુકડીયા (ઉ.વ.પ૬) દેવુબાગ ચોપેરા હાઉસમાં દર્શિત ભરતભાઇ ડાભી (ઉ.વ.રર) અને મિત્ર જીઆઇડીસી વસાહતમાં રહેતા નવીનભાઇ પથુભાઇ ચાવડાનાં રીપોર્ટ પોઝિટીવ આવતાં છ એ દર્દીઓને સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ સાથે ભાવનગર જિલ્લાનો કુલ આંક વધીને ર૯પ થયો છે.

(3:42 pm IST)