Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જૂનાગઢમાં જાહેરનામા ભંગ અને માસ્ક ન પહેરનારા સામે ગુન્હો

જૂનાગઢ,તા.૩: કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી તથાઙ્ગ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો દ્વારા શહેર વિસ્તારના જુદા જુદા પોઇન્ટ ઉપર ચેકીંગ હાથ ધરી, રાત્રીના કલાક ૧૦.૦૦ વાગ્યા બાદ બિન જરૂરી કામ સિવાય નીકળતા આશરે ૨૦ જેટલા ઇસમોને પકડી પાડી, કાર્યવાહી કરી, તેઓ તમામ વિરૂદ્ઘ જાહેરનામા ભંગ બદલ ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે..

સામાન્યરીતે, લોકો દ્વારા ગળામાં લોકો રાત્રીના કલાક ૧૦.૦૦ વાગ્યા પછી ઘરમાં જ રહે છે. પરંતુ, અમુક આવારા તત્વો તથા લોકો બિન જરૂરી રાત્રીના પણ નાઈટ કરફ્યુનું ઉલ્લંઘન કરી, શહેરમાં ફરતા હોય છે. એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ દ્વારા રાત્રીના ખાસ ચેકીંગ હાથ ધરી, કામ સિવાય બિન જરૂરી ફરતા આરોપીઓ (૧) વિજય ત્રિકમદાસ છતવાણી ઉવ ૩૫ ધંધો વેપાર રહે. જુનાગઢ સ્વામીનારાયણ સોસા., (૨) દિવ્યેશ નવીનભાઈ છાયા ઉવ ૩૦ ધંધો વેપાર રહે. જુનાગઢ ગિરનાર હાઈટ્સ મોતીબાગ, (૩) હબીબભાઈ હુસેનભાઈ કપડવંજી ઉવ ૩૬ ધંધો મજુરી રહે. જુનાગઢ દોલતપરા બેંક પાસે, (૪) હરસુખભાઈ ખુસાભાઈ ગુજરાતી ઉવ ૨૪ ધંધો મજુરી રહે. જુનાગઢ દોલતપરા મસ્તરામ સોસાયટી, (૫) જગદિશ મંગાભાઈ વઘેરા ઉવ ૩૫ ધંધો મજુરી રહે. જુનાગઢ વડાલ ગામ તા.જી.જુનાગઢ, (૬) અલ્પેશ કાળુભાઈ કૌવા ઉવ ૩૧ ધંધો લુહાર રહે. જુનાગઢ દોલતપરા શાંતેશ્વર મંદિર પાસે, (૭) ભુપત કાળાભાઈ કોદાવલા ઉવ ૪૫ ધંધો ખેતી રહે. જુનાગઢ દોલતપરા દાસારામ સોસા, (૮) રાહુલ માધાભાઇ સાગઠીયા જાતે અનુ.જાતી ઉ.વ. ૨૩ ધંધો મજુરી રહે. જુનાગઢ. ઇન્દ્રેશ્વર રોડ, દોલતપરા, જુનાગઢ, (૯) મનોજભાઇ વસંતભાઇ દેલવાડી જાતે પટેલ રહે. ઝાંઝરડા રોડ, વિનાયક હાઇસ્કુલ, જુનાગઢ રોડ, (૧૦) વસંતભાઇ વલ્લભભાઇ દેવલાડીયા જાતે પટેલ ઉવ. ૭૩ ધંધોઙ્ગ નિવ્રુત રહે.ઝાંઝરડા રોડ રહે. ઝાંઝરડા રોડ વિનાયક હાઇસ્કુલ જુનાગઢ, (૧૧) નરેન્દ્રભાઇ કાંતીલાલ પરસાણીયા જાતે પટેલ ઉવ.૪૮ ધંધો ઇલેકટ્રીકનો રહે. નોબલ સીટી બ્લોક નં. ૬ એકલવ્ય સ્કુલની પાછળ ઝાંઝરડા રોડ, જુનાગઢ, (૧૨) લલીતભાઇ વિઠઠલભાઇ કંસારા ઉવ. ૩૫ રહે.વડલીચોક જોષીપરા જુનાગઢ, (૧૩) વિજયભાઇ ભરતભાઇ ચાવડા ઉવ. ૩૫ જાતે મેર રહે. એલ.પી.જી.ગેસ પાછળ જુનાગઢ, (૧૪) નિખીલભાઇ લેહરુ ઉવ.૩૯ રહે. જોષીપરા વિસ્વાસ સીટી જુનાગઢ, (૧૫) હિતેશભાઇ જીવરાજભાઇ હીરપરા જાતે.પટેલ ઉવ. ૩૪ રહે.શ્રીજી નગર જોષીપરા તથા (૧૬) હનીફભાઇ હસનભાઇ સીડા જાતે.મુસ્લીમ ઉવ.૬૦ ધંધો વેપાર રહે. સાબરીન સોસાયટી સામે રક્ષા એપાર્ટમેન્ટ જોષીપરા, જૂનાગઢ સહિતના ને પકડી પાડી, ધરપકડ કરી, જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, ગુન્હાઓ દાખલ કરી, કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢ વાસીઓની સલામતી માટે અને કોરોના વાયરસનું સનક્રમણ અટકાવવા માટે રાત્રી કરફ્યુ જાહેર કરવામાં આવેલ હોઈ, લોકોએ નાઈટ કરફ્યુ ના સમય દરમિયાન પોતાના ઘરોમાં જ રહેવું જોઈએ, એવી ભાવના પણ લોકોમાં જાગૃત થયેલ છે..

લોક ડાઉનમા છૂટછાટ આપ્યા બાદ માસ્ક નહીં પહેરતા, સાંજના સાત વાગ્યા બાદ જાહેરનામાનો ઉલ્લંઘન કરી, પોતાની લારીઓ ચાલુ રાખતા નાસ્તા ની લારીઓ તથા દુકાનો ઉપર કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે. ઉપરાંત રાત્રીના કલાક ૧૦.૦૦ વાગ્યા બાદ કામ વગર ફરતા લોકો, ઉપરાંત લગ્ન પ્રસંગમાં ૫૦ કરતા વધુ માણસોને બોલાવી પ્રસંગ ઉજવાતા લોકો વિરુદ્ઘ પણ કાર્યવાહી કરવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:01 pm IST)