Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જામનગર જીલ્લામાં કોરોના કેસ વધતા કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં દુધ-તબીબી સિવાયની પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ

જામનગર,તા.૩ : જામનગરમાં કોરોના કેડો મુકતો નથી : મોડીરાત્રે વધુ બે કેસ પોઝીટીવ મેહુલનગરમાં રહેતા ૫૮ વર્ષીય વૃધ્ધા અને પટની વાળમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીને કોરોના વળગ્યો છે.

જામનગર શહેર-જિલ્લામાં કોરોના કેસ વધતા કંટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર થયા છે વિસ્તારમાં આવશ્યક સેાઓ જેવીકે, દૂધ અને તબીબી સેવા સિવાયની તમામ પ્રવૃતિઓ પર પ્રતિબંધ રહેશે જામનગરના ઇન્દીરા પાર્કથી હરિયા સ્કૂલ, રણજીતનગર હુડકો સિવીક સેન્ટર સામે નેવિલ પાર્ક, શંકર ટેકરીના નહેરૂનગર ૫-એ, માં જીવણ જ્યોત મકાન સહીત ૧૪ મકાનોનો સમાવેશ સત્યમ કોલોની રોડ પરના રામકૃષ્ણ સોસાયટીનં.૮ કાલાવડ નાકા બહાર અમન ચમન સોસાયટીમાં રોઝી સ્કૂલવેલો રોડ જુણેજા ઇલે સામેની હેરીના ૯ મકાનો, મોહનનગર જાડાની આવાસ યોજના ટાવરનં૬, તેમજ જિલ્લાના લાલપુરના નવી વેરાવળની મોટા ખદબ જતા રસ્તાના કુલ ૫ ઘર સુધીનો વિસ્તાર કંટેન્મેન્ટ જાહેર કરાયો છે.

(12:55 pm IST)