Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ભાણવડના ડો. મોદી સાથે તબિબી ઉપકરણોના નામે ૭૪.પ૭ લાખની છેતરપીંડી : એક શખ્સ હાથવેંતમાં ?

વોટસએપ ગ્રુપમાં સર્જીકલ સાધનો-માસ્ક ખરીદવા માટે જુદા જુદા વ્યકિતઓનો સંપર્ક કરી બેંક એકાઉન્ટમાં પૈસા જમા કર્યા બાદ સાધનો ન મોકલી વિશ્વાસઘાત કર્યો

ખંભાળીયા, તા. ૩ : ભાણવડમાં મોદી મેટરનીટી હોસ્પિટલ ધરાવતા ડો. નિશીત રાજેશકુમાર મોદી (ઉ.વ.ર૯)ના તબિબે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ફલોરીંડા ઇન્ટરનેશનલ ગરુપ યુએસએ લિ. મીટેડ સીઇઓ બોલોગા લીલી ૬ર૮૧ર૯૬૦૦૬૭ર૦ તથા પ્રેસ્ટોન જેક (પેડરો ઓફ હીપોલીતા) એ ફરીયાદ તબિબને ટ્રેડ ઇન્ડીયા એપ્લીકેશન મારફતે સર્જીકલ પ્રોડકટ ગુજરાત નામના વોટસેપ ગ્રુપ મારફતે પોતાની વેબ સાઇટ WWW.fig-usa.com બતાવી તેમજ ફલોરીંડા ઇન્ટરનેશનલ ગૃપ યુએસએ લીમીટેડ, ૬૯૧ આવેલ એસટી પેટેરસ્બુર્ગલ એફએલ ૩૩૭૧૧ ફલોરીંડા યુએસએ. નામની ખોટી કંપની બતાવી આરોપીઓએ પ્રેસ્ટોન જેક ઉર્ફે (પેડરો એફ. હિપોલીતો) તથા સીઇઓ બોલોગા લીઅન અને નેપાલ એજન્ટ અરમાડોએ ફરીયાદી તબિબને ઇલેકટ્રોનિકસ ઉપકરણોના માધ્યમથી વિશ્વાસમાં લઇ તા. ર૬/૪ ના રોજ એક ઓર્ડર જેમાં રપ૦૦૦ નંગ ડિજીટલ ઇન્ફ્રારેડ થર્મોમીટર અને પ૦૦૦ નંગ માસ્ક, બીજો ઓર્ડર તા. ર૮/૪ના જેમાં ૧,૦૦૦૦૦૦૦, ૩ માસ્કનો ઓર્ડર મેળવી જે ઓર્ડરના પૈસા કુલ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચૂકવવા જણાવી જુદા જુદા પાંચ બેંક , UCO Bank, Branch I DIMAPUR Account Number:23630110086513, BankBranch :SAROLI,Account Number, 724705500054 , YES Bank Branch : Surat. Accont Number: 078461900000164  એકાઉન્ટમાં કુલ રૂ.૭૪,પ૭,૪૦૦ જમા કરાવતા ફરીયાદીને કોઇ જાતનો માલ ન મોકલી વધુ પૈસા માગી છેતરપીંડી કરવામાં આવતા તબિબે ઉપરોકત તમામ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પ્રકરણમાં એક આરોપી સુરતથી ઝડપાયો હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે.

(12:57 pm IST)