Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ખંભાળીયાના આહિર સિંહણ ગામમાં પિતા બાદ પુત્રને પણ કોરોના : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩ કેસ

ખંભાળીયા, તા. ૩ :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે એક જ દિવસમાં વધુ ત્રણ કેસો નોંધાતા જિલ્લાના કોરોના પોઝિટીવ આંક ર૬ નો થયો છે.

ભાણાવડ તાલુકાના જામ રોઝાવાડા ગામે રહેતા કેશુભાઇ મેરાભાઇ કારેલા (ઉ.૪પ) વાળા ગત તા. ૩૦-૬-ર૦ના રોજ સુરતથી જામનગર આવેલા તથા ત્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર કરી હતી. જે પછી રાત્રે તેઓ જામ રોઝાવાડા ગામમાં ગયા હતા તથા તા. ૧-૭-ર૦ ના રોજ જામનગર જી.જી. હોસિપટલમાં ચેકીંગમાં જતા ત્યાં પોઝીટીવ કેસ કોરોના થતા તેમને જામનગર દાખલ કરાયા છે.

ખંભાળિયા તાલુકાના આહિરસિંહણ ગામે રહેતા ડાહુભાઇ ચાવડા તેના કુટુંબ સાથે કારમાં ભીવંડી મુંબઇથી ખંભાળિયા આવેલા અને ત્યાંથી આહિર સિંહણ ગામની સરકારી શાળામાં કોરેન્ટાઇન થયેલા અને તેમનો કેસ પોઝિટીવ નીકળ્યો હતો. જે પછી ગઇકાલે તેમના પુત્ર મનીષભાઇ ડાહુભાઇ ચાવડા (ઉ.વ.૩૭) ને શરડી ઉઘરસ વિ. લક્ષણો જણાતા તેમને ખંભાળિયા હોસ્પિટલમાં દાખલ કરીને ટેસ્ટીંગ કરાતા કોરોના પોઝિટીવ નીકળતા તેમને પણ ખંભાળિયા સ્પેશ્યલ વોર્ડમાં દાખલ કરાયા છે.

દેવભૂમિ દ્વારકા  જિલ્લાના ભાણવડ તાલુકાના વાતાવડ ગામના રહેવાસી જેંતીભાઇ ઝીણાભાઇ રાઠોડ (ઉ.વ.પપ) સુરતથી ગત તા. ૧૦-૬-ર૦ના રોજ આવેલા તથા ભાણવડ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી તે પછી ખંભાળિયા હોસ્પિટલમાં દાખલ થતા ૧-૭-ર૦ના તેમના નમૂના લઇને જામનગર ટેસ્ટીંગમાં મોકલતા ગઇકાલે તેમનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. હાલ તેઓને જામનગર જી.જી. હોસ્પિટલમાં મોકલ્યા છે જયાં હાલ તેમને ઓકિસજન પર રાખવામાં આવેલ છે.

ભાણાવડના જામ રોઝાવાડાના કેશુભાઇ મેરામભાઇ કારેણા અગાઉ ર૩-૬-ર૦ના રોજ સુરતમાં સ્મીમર હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ હતા તથા ર૮-૬-ર૦ના રોજ તેમને ડિસ્ચાર્જ કરાયેલા અને ભાણવડ આવતા ફરી પોઝિટીવ નીકળતા તેમને રીપીટ પોઝિટીવ તરીકે દાખલ કરાયા છે.

દેવભૂમિ જિલ્લામાં મંુબઇ-સુરત અમદાવાદથી આવનારા દર્દીઓના કોરોના પોઝિટીવ નીકળવા લાગતા લોકોમાં ભય ફેલાયો છે. જો કે જિલ્લા તંત્ર દ્વારા તમામને ૧૪ દિવસ કોરેન્ટાઇન રખાય રહ્યા હોય થોડી રાહત થાય છે.

(12:55 pm IST)