Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પોરબંદર વીરડીવાસના યુવાનનો કોરાના પોઝીટીવ રિપોર્ટઃ ટ્રાવેલ્સ હિસ્ટ્રીની તપાસ

પોરબંદર તા. ૩ :.. વીરડીવાસમાં રહેતા યુવાનને કોરાનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સરકારી હોસ્પિટલમાં નમૂના લઇને ચકાસણી કરતા તેમનો  કોરાના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે.

વીરડીવાસમાં રહેતા યુવાનને શરદી અને તાવ હોય ખાનગી દવાખાનામાં સારવાર બાદ ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલ અને તેમના નમૂના લઇને ટેસ્ટ કરાતા તેમનો કોરાના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. આ યુવાનની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

ગઇકાલે કોરાના શંકાસ્પદના નવા ૬ર કેસ આવેલ અને દર્દીઓના સેમ્પલ લઇને ચકાસણી કરતા ૬૦ કેસના કોરાના નેગેટીવ  રીપોર્ટ આવેલ હતાં.

બાકીના ર કેસમાં એક કેસ વીરડી વાસના યુવાનનો કોરાના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે અને એક કેસનો નમૂના ફેઇલ જતાં ફરી રિપોર્ટ માટે મોકલી આપેલ છે.

(12:54 pm IST)