Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

મોરબી પાસે અકસ્માતમાં પતિની નજર સામે જ વાંકાનેરના રાતાવીરડાના લક્ષ્મીબેન રાઠોડનું મોત

લાલપર પાસેથી આગળ જતા ટ્રકે બાઇકને ઉલાળ્યુઃ પતિ ભારૂભાઇ રાઠોડને ઇજા

મોરબી,તા.૩: મોરબીના લાલપર ગામ નજીક ટ્રકે બાઈકને હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મૃત્યુ નીપજયું હતું.

મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા ભારૂભાઇ રાજાભાઈ રાઠોડ તથા તેના પત્ની લક્ષ્મીબેન રાઠોડ મોટર સાઈકલ પર જતા હોય તે  દરમિયાન મોરબીના લાલપર ગામ નજીક પહોચતા ટ્રક યુપી ૧૬ ડીટી ૫૨૫૩ વાળાએ પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવીને આગળ જઈ રહેલા ભારૂભાઇના મોટર સાઈકલને હડફેટે લઇ લક્ષ્મીબેનને પછાડી દેતા દેતા માથાનો ભાગ ટ્રકમાં આવી જતા તેણીનું મૃત્યુ નીપજયું હતું.તો ભારુભાઈને પણ ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(

(12:53 pm IST)