Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ધોરાજીમાંથી વધુ ૫૮ સેમ્પલ લેવાયાઃ સોનીબજાર ૮ દિ' બંધ

બજારો આખો દિવસ ખુલ્લી જ રહેશેઃ લોકડાઉનની અફવા ફેલાતા તંત્ર દ્વારા અફવા ન ફેલાવવા તાકીદ

ધોરાજી, તા. ૩ :. ધોરાજી અને તાલુકામાં કોરોનાના વધુ ૫૮ સેમ્પલ લેવાયા છે. જેમાં ધોરાજીમાં ૩૬, જેતપુર-જામકંડોરણામાં ૧૦ - ૧૦ અને જૂનાગઢ-ઉપલેટામાંથી ૧ - ૧ સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલાયા છે.

ધોરાજીની સરકારી હોસ્પીટલના અધિક્ષક ડો. જયેશ વેરોટીયન, ડો. રાજબેટા, તાલુકા હેલ્પના ડો. પુનીત વાછાણી અને તેની ટીમ સહિતના લોકો રાત-દિવસ મહેનત કરી સેવા પરમોધર્મના કાર્યમાં જોડાયા છે અને લોકોએ તેઓની સેવાઓને બીરદાવી છે.

આજે સવારથી જ ધોરાજીના સોના-ચાંદી વેપારી એસોસીએશન ના તમામ વેપારીઓએ આજથી આઠ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

જે અંગે ધોરાજી સોના-ચાંદી વેપારી એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ લાઠીગરા એ જણાવેલ કે ધોરાજીમાં કોરોના સંક્રમણ જોરદાર વધ્યું છે ત્યારે અમારે પણ ધંધા રોજગાર કરવા બહુ જ મુશ્કેલ છે અમો સરકારના નિયમનું ચુસ્તપણે પાલન કરીએ છીએ છતાં પણ અમારા વેપારી પટેલ પરિવારમાંથી કરોના પોઝિટિવ કેસ આવી જતા જેને ધ્યાનમાં રાખી અમોએ ગઈકાલે તાત્કાલીક મીટિંગ બોલાવી હતી અને આજે શુક્રવારથી આવતા શુક્રવારે આઠ દિવસ સુધી ધોરાજી સોના-ચાંદી વેપારી એસોસીએશન ની અંદર આવતા તમામ વેપારીઓ કારીગરો અને શોરૂમ બાળકો પોતાનો ધંધો રોજગાર બંધ રાખશે અને આજથી આ નિયમનું પાલન થય ગયો છે આજુબાજુના તમામ સોની વેપારીઓએ કારીગરોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા છે

ધોરાજી સોના-ચાંદી વેપારી એસોસીએશન એ જણાવેલ કે આજ દિવસ સુધી તમામ સોના ચાંદી વેપારી એસોસિયેશનના વેપારીઓ કારીગરો દ્યરમાં રહી સુરક્ષિત રહે તે બાબતે જાહેરમાં લોકો વધારે વધારે લોકો ભેગા ના થાય તેની સંપૂર્ણપણે સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી હતી.

ધોરાજીમાં હાલમાં કોરોના મહામારીના સમયમાં દરરોજ કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે તમામ લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે અને સરકારી નિયમ ની સૂચનાઓ આવેલી છે તેનું પણ ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે પરંતુ ધોરાજી શહેરમાં ફરી લોકડાઉન આવી રહ્યું છે તે પ્રકારની અફવાઓ ફેલાઇ છે સોશીયલ મીડીયાની અંદર બિલકુલ ખોટી અફવાઓ ફેલાઈ રહી છે.

સવારના ૮ થી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે અને બપોરના બે વાગ્યા પછી દુકાનો બંધ રહેશે તે અફવા છે. વાસ્તવિક ધોરાજીના સરકારી અધિકારીઓને પૂછતા તેઓએ જણાવેલ કે ધોરાજીમાં કોઈ પણ જાતનું લોકડાઉન નથી રાબેતા મુજબ સવારના આઠ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધી બજારો ખુલી રહેશે નવ વાગ્યા સુધી હોટલ ખુલી રહેશે અને રાત્રીના દસ વાગ્યા બાદ કર્ફ્યુ રહેશે

જેથી કોઈપણ પ્રકારની ખોટી અફવાથી લોકોએ ગભરાવું નહીં તેમજ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવતાં મેસેજ મોકલે તો તેઓને પણ સાવચેત કરવા જરૂરી છે.(

(12:52 pm IST)