Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગોંડલમાં વિદેશી દારૂના જથ્થા સાથે વિપુલ મોવલીયાને એલસીબીએ ઝડપી લીધો

સ્વીફટ કારમાં સીટ નીચે ચોરખાના બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો'તો! કાર સહિત ૩.ર૩ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો, કાર અને કારમાં ચોરખાના બનાવાયા તે નજરે પડે છે.

રાજકોટ તા. ૩: ગોંડલમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે પટેલ શખ્સને ઝડપી લીધો હતો. પોલીસની નજરથી બચવા દારૂનો જથ્થો છુપાવવા કારમાં સીટ અને વચ્ચેના ભાગે અલગ અલગ ચોરખાના બનાવાયા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચના મળતા એલસીબીના પો. ઇન્સ. એમ. એન. રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રો. હેડ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી તથા મહિપાલસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે વીપુલ ભીખુભાઇ મોવલીયા પટેલ રહે. ગોંડલ નાગરકા રોડ સાટોડીયા પાર્ક વાળાને પોતાના કબજાની સ્વીફટ ગાડી નં. જી.જે.-૧૩-સી.સી. પ૬૭૭ માં શીટના નીચેના ભાગે તથા શીટની વચ્ચેના ભાગે અલગ અલગ ખાના બનાવી તેમાં ઇંગ્લીશ દારૂની સીગ્નેચર રેર એજેડ વ્હીસ્કી ૭પ૦ એમ.એલ.ની બોટલો નંગ-ર૪ કિં. રૂ. ૧૪,૪૦૦/- તથા મેજીક મુમેન્ટ વોડકા ૯૦ એમ.એલ.ની બોટલો નંગ-૭૯ કિં. રૂ. ૭૯૦૦/- મળી કુલ ઇંગ્લીશ દારૂ, કી. રર,૩૦૦/-નો દારૂ રાખી મળી આવતા કમાર સહિત ૩.ર૩ લાખનો મુદામાલ કબ્જે કરાયા હતા. આ વિદેશી દારૂ ભગત રહે-દમણવાળા પાસેથી લાવેલ જણાવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(11:38 am IST)