Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પોરબંદરથી મંજુર જનતા એકસપ્રેસ વહેલી તકે શરૂ કરવા માંગણીઃ હાવરા ટ્રેઇન શરૂ થયાને આજે ૧૭ વર્ષ પૂર્ણ

પોરબંદર તા. ૩: પોરબંદરથી અઠવાડિયામાં ૩ વખત દોડતી હાવરા ટ્રેઇન શરૂ થયાને આજે ૧૭ વર્ષ પૂર્ણ થયેલ છે. જ્યારે લાંબા સમયથી મંજુર થયેલ જનતા એકસપ્રેસ વહેલી તકે શરૂ કરવા માંગણી ઉઠી છે.

૧૯૮૩ થી ૧૯૮૬ પોરબંદરમાં રેલવે સ્ટેશન મીટર ગેજ લાઈનમાંઙ્ગ રૂપાંતર કરવા માં આવ્યું ત્યારે માત્ર લાંબા અંતરની એકજ ટ્રેન પોરબદરને મળી હતી. અને બીજી ટૂંકા અંતરની શટલ ટ્રેનો દોડતી. ઇ.સ.૨૦૦૩ ભાજપ ના સાંસદ સભ્ય શ્રી ગોરધનભાઈ જાવિયા સાંસદ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા પત્રકાર હેમેન્દ્ર કુમાર એમ પારેખની તેઓ શ્રીએ રેલવે બોર્ડ દેલ્હી તેમજ પશ્વિમ રેલવેના ચર્ચ ગેટ હેડ ઓફિસને ભલામણ કરી તેઓ પાસે રેલવે તથા સ્ટેશનના વ્યવસ્થિત રજૂઆત થતા અને જેથી તે રજૂઆતને ધ્યાને લઈને સીધી ભલામણ મોકલી આપી હેડ ઓફિસને અને રેલવે મંત્રાલય ભલામણ મોકલી આપતા ૨૦૦૩ માં હેમેન્દ્ર કુમારની સભ્ય અને તેમના પ્રતિનિધિ તરીકે જવાબદાર પૂર્વક પોરબંદર ના રેલવે ના વિકાસ અને સ્ટેશનના વિકાસની રજૂઆત કરી અને સૌ પ્રથમ સૌરાષ્ટ્રના ભાવનગર રેલવે ડિવિઝન ને લાંબા અંતર ની હાવર સુપર ફાસ્ટ પોરબંદરને અપાવી અને આ સુપર ફાસ્ટ ટ્રેન થી પોરબંદરને પૂરતો ટ્રાફિક મળ્યો સૌરાષ્ટ્ર એકસપ્રેસ માં ૭૨ કલાક હાવરા લિંક ઉપમાં દોડતી સુરત થી. પણ જેતે સમયે સ્ટેશન મેનેજર તરીકે વસાવા એ ડી.આર.યૂ. સી.સી. સભ્યને માર્ગ દર્શક પૂરું પાડ્યું અને પોરબંદર ના રેલવે સ્ટેશનમાં રુંધાતો વિકાસ પ્રારંભ થયો.

પૂર્વ રેલવે મેનેજર શ્રી વસાવાના પૂરતું માર્ગદર્શન મળતા પોરબંદરને પ્રથમ લાંબા અંતરની ટ્રેન હાવરા ટ્રેઇન સપ્તાહમાં બે દિવસ બુધ અને ગુરુ એમ બે દિવસ ની પોરબંદરથી હાવરાની સુવિધા મળી આ ટ્રેનની સ્પીડ પોરબંદરથી શરૂઆતથી પોરબંદરથી ૮૦ કિલોમીટર ઝડપ દોડવાની શરૂઆત થઈ આગળ જતા સુરતથી હાવરા સુપર ફાસ્ટ ની સ્પીડ વધે છે. પોરબંદર થી હાવરા ૨૫૦૦ની લાંબી સફર કરનાર ટ્રેન મળી અને આજે તા.૩ના ૧૭ વર્ષ પૂરા કર્યા હાવરાની ફીકવન્સી દિવસ વધી અને રવિવારની દિવસ મળ્યો હાલ અઠવાડીએ માં ત્રણ દિવસ આ ટ્રેન દોડે છે. બુધ,ગુરૂ અને રવિ દોડે છે. પૂર્વ રેલવે મંત્રી કુમારી મમતા બેનર્જી (દીદી) કે જેઓ હાલ બંગાળના મુખ્યમંત્રી પદ ઉપર બિરાજમાન છે. તેઓ શ્રી એ રેલવે મંત્રી તરીકે સુપર ફાસ્ટ હાવરા ની અઠવાડિયા ના સાતે દિવસ દોડશે તેવી જાહેરાત કરી છે. રેલવે બજેટમાં પણ સત્ત્।ાવાર કરેલ છે. પરંતુ રેલવે બજેટ માં જાહેર થયા મુજબ પોરબંદરથી આ ટ્રેન હજુ છેલ્લા એક દસકા થી વારંવાર ડી.આર.યૂ.સીસી. દ્વારા સમય અંતરે રજૂઆત થતી હોવા છતાં હજુ આ ટ્રેન દોડાવવાની શરૃં કરેલ નથી હેમેન્દ્ર કુમાર પારેખ એ પૂર્વ સાંસદ ભાજપના ગોરધનભાઈ જાવિયાંનુ બે વાર તેમજ પૂર્વ સ્વ. સાંસદ  વિઠ્ઠલ ભાઈ રાદડિયા ( કોંગ્રેસ - ભાજપ )નુ બે વાર કુલ ચાર ટર્મ હેમેન્દ્ર કુમાર પારેખએ બંને સાંસદનુ પ્રતિનિધિત્વ કરેલ છે.

પોરબંદર હાવરા પોરબંદર અઠવાડિક દોડવા પણ રેલવે બોર્ડમાં સિધાંતિક નિર્ણય લેવરાવેલ છે. તે પ્રશ્ન પણ ઉકેલાયો નથી. સને. ૧૯૮૬ માં મુંબઈ રાજકોટ મુંબઈ હાલ બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ મંજૂર થયેલ હોવા છતાં પોરબંદર ને તે લાભ મળ્યો નથી તેની સતત રજૂઆત થાય છે.

હાલ પોરબંદર થી લાંબા અંતરની ટ્રેન પોરબંદર સંત્રાગુચી પોરબંદર, પોરબંદર સિકંદરાબાદ પોરબંદર, પોરબંદર મુજ્જફરપુર પોરબંદર, પોરબંદર કોચુવેલી પોરબંદર. આ બધી ટ્રેનો ૨૬૦૦ કિલોમીટરના લાંબા અંતરની ટ્રેનો છે. આ ઉપરાંત પોરબંદર દિલ્હી સરોઇલા પોરબંદર પણ દોડે છે.(

(11:35 am IST)