Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જામજોધપુરના બાલવા ગામે વ્યાજે લીધેલા નાણાં ૪ લાખ ચુકવી નહી શકતા ઘરમાં ઘૂસી કૂહાડી મારી દીધી

જામનગર, તા.૩: જામજોધપુર પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈ સુભાષભાઈ વાવેચા એ ફરીયાદ નોંધાવી છે કે, બાલવા ગામે આરોપી દેવાભાઈ કારાભાઈ મુછાર પાસેથી અગાઉ ત્રણ વર્ષ પહેલા વીસ ટકા લેખે (બે લાખ) તથા એક વર્ષ પહેલા દસ ટકા લેખે (બે લાખ) એમ કુલ (ચાર લાખ) વ્યાજે લીધેલ હતા જેનું છેલ્લા અગીયારેક માસથી વ્યાજ કે મુદલની રકમ ન ચુકવી શકાતી ન હોય જેનો ખાર રાખી આરોપી દેવાભાઈ કારાભાઈ મુછાર તથા મયુરભાઈ દેવાભાઈ મુછાર, હમીરભાઈ દેવભાઈ મુછાર, રે. બાલવા ગામવાળાએ ફરીયાદી શૈલેષભાઈના ઘરમાં પ્રવેશ કરી આરોપી મયુરભાઈએ ફરીયાદી શૈલેષભાઈને ડાબા કાનની ઉપરના ભાગે કુહાડીનો ઉંઘો ઘા મારતા લોહી નિકળેલ તથા આરોપીઓએ ફરીયદી શૈલેષભાઈ તથા સાહેદ સુભાષભાઈને ઢીકાપાટુનો માર મારી ઈજાઓ કરી ગુનો કરેલ છે.

કાલાવાડ પાસે અકસ્માત

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજીભાઈ જુમાભાઈ અભેસોરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૬–ર૦ર૦ના આરોપી સફેલ કલરની વેગનઆર ગાડી રજી.નં.જી.જે.–૧૦–એ.સી.–પર૧૯ નો ચાલક પોતાની ફોરવ્હીલ ગાડી બેફીકરાઈથી ચલાવી ફરીયાદી હાજીભાઈના પિતાના મોટરસાયકલ નં. જી.જે.–૧૦–એ.કયુ–૬૧૧૩ સાથે ભટકાડી ફરીયાદી હાજીભાઈના પિતાને માથાના ભાગે તથા કમરના ભાગે ગંભીર ઈજા કરી ગુનો કરેલ છે.

જામજોધપુરમાં જુગટુ  રમતા ૩ શખ્સો ઝડપાયા

જામજોધપુર પોલીસ મથકના ડી.સી.સીસોદીયાએ પાળેશ્વર રોડ પર આવેલ બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં ભરત મગનભાઈ કોળી, અનીલ કાનાભાઈ કટારા, મીત હરીશભાઈ પટેલ અને દેવરાજ ભીખાભાઈ કટારાને રોકડ રૂ. ૪૩પ૦ સાથે ઝડપી પાડયા હતા.

જામનગરમાં દારૂ દરોડા

જામનગર : પંચ એ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ભગરીથસિંહ અરવિંદસિંહ સરવૈયા એ ફરીયાદ નોંધાવી છે કે, ખીજડીયા બાયપાસ પાસે આરોપી સુરૂભા નટુભા ચુડાસમા પાસેથી દારૂની બોટલ નંગ–પ, કિંમત રૂ.ર૦૦૦, તથા ચપલા નંગ–ર, કિંમત રૂ.ર૦૦/ તથા ટીન નંગ–૦૪,  કિંમત રૂ.૪૦૦/ તથા હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ પરબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ધુવાવ ગામે અકરમભાઈ રહેમાનભાઈ માંડલીયા, ઈસ્માઈલ હશનભાઈ માંડલીયા રે. જામનગરવાળા ઈંગ્લીશ દારૂ બોટલ નંગ–ર, કિંમત રૂ.૮પ૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(11:32 am IST)