Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં એક જ દિ' માં હત્યાના ૩ બનાવ

ચોટીલાનાં ગુંદા ગામે ડબલ મર્ડર અને ધ્રાંગધ્રામાં અજાણ્યા શખ્સો દ્વારા આધેડની હત્યાથી અરેરાટી

વઢવાણ,તા.૩: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ પ્રચલિત બની છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રોજ બરોજ જૂથ અથડામણ અને મારામારીના બનાવો સતત વધી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસનો કોઇ જાતનોઙ્ગ ખોફ ન રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે..

ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈ કાલે બપોરના સમયે ચોટીલા તાલુકાના ગામમાં કોળી પરિવારમાં અંદરોઅંદર જમીન બાબતના તકરારના કારણે કાકા ભત્રીજો એકબીજા સાથે બોલાચાલી થઇ હતી ત્યાર બાદ મામલો ઉગ્ર બનતા કાકા અને ભત્રીજો સામસામે આવી ગયા હતા અને બોથડ પદાર્થ થી એકબીજા ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદ તિક્ષણ હથીયારો વડે એકા બીજા ઉપર હૂમલો કરતા બંને ને ભારે ઈજા પહોંચી હતી..

ત્યારે કાકા કુવરજી ભાઈ નરસિંહભાઈ પલાળીયાનું પણ મોત નિપજયું હતું અને ભત્રીજો રમેશભાઈ સઘળા ભાઈપલાળીયાનું પણ મોત નીપજયું હતું ત્યારે એક જ કુટુંબના બે સભ્યોના સામે જમીન વિવાદના ઝઘડાના કારણે એકા બીજા ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવતાં બંનેના રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવે તે પહેલા જ મોત નિપજયા હતા.

ત્યારે તેમને સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેમનું રસ્તામાં જ બંને કાકા ભત્રીજા નુ મોત નીપજયું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળી બનતી જઈ રહી હોય તેઓ સ્પષ્ટ રીતે વધી રહ્યું છે ત્યારે હાલમાં બંનેના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ ગઈ કાલે મોડી રાત્રે સુરેન્દ્રનગર ના ધ્રાંગધ્રા ખાતે જડેશ્વર મહાદેવ મંદિરની પાછળ અજાણ્યા શખ્સો દ્વારા આધેડની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા નિપજાવવામાં આવી હતી.ત્યારે લગધીરભાઈ ઉર્ફે કાળુભાઇ ઠાકોર (દેત્રોજા) છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો નાશી છૂટયા હતા. ત્યારે આ લગધીરભાઈ ની લાશ લોહીમાં લગભગ જડેશ્વર મહાદેવ મંદિર પાછળ થી મળતા ધાંગધ્રા માં ચકચાર મચી જવા પામ્યો હતો..

બીજી તરફ હજુ હત્યાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા ગુનાખોરી થી પોલીસની કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે કોઈ પોલીસનો ખોફ જ ગુનેગારોમાં ન રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે ગઈ કાલે જે ધાંગધ્રા ગામ માં હત્યા થઈ તેનું હત્યા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ હત્યાના બનાવો બનતા સુરેન્દ્રનગર જિલ્લો લોહિયાળ બનવા પામ્યો હતો ત્યારે ચોટીલામાં બે અને ધાંગધ્રા માં એક હત્યાનો બનાવ ગઈકાલે સામે આવવા પામ્યો છે ત્યારે જિલ્લામાં એક જ દિવસના ત્રણ હત્યાના બનાવ સામે આવતા લોકોમાં પણ એક પ્રકારે ચકચાર મચી જવા પામ્યો છે.

વારસાગત જમીનનું મનદુઃખ અને શેઢાના ડખ્ખો હત્યાનું નિમિત!

ચોટીલા,તા.૩: કહેવત છે કે ઝર જમીન ને જોરૂ ત્રણેય કજીયાનાં છોરૂ તેમ ગુંદા ગામના પલાળીયા પરિવારનાં સગા કાકા ભત્રીજાના મોતના લોહીયાળ ઝઘડા પાછળ કરાળ વિસ્તારમાં આવેલ વારસાગત ખેતરના પડેલ ભાગમાં આવેલ વધતા ઓછા પ્રમાણને લઇને એક જ પરિવારનાં ભાયુ ભાંડરૂ વચ્ચે મનદુઃખ ચાલતુ જે બાબતે આજે અથડામણ થતા એકજ પરિવારના બે ના લોથ ઢળી ગયા હતા.નાનકડા એવા ગામના સીમાડે ખેતરમાં બનેલ ડબલ મર્ડર નો બનાવ બનતા ગામમાં સ્તબ્ધતા છવાયેલ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પોલીસે ડબલ મર્ડરમાં બંન્ને મૃતદેહના રાજકોટ ખાતે પીએમ કરાવી બંન્ને પક્ષ ની ફરીયાદ લઈ હત્યા અંગે તપાસ હાથ ધરી છે તો આ ઘટનામાં ત્રણ લોકોને ઇજા પહોંચી છે. હાલ સમગ્ર પંથકમાં જમીનના ઝઘડામાં કાકા ભત્રીજાની હત્યાના બનાવને લઈ ને ચકચાર મચેલ છે.

(11:29 am IST)