Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

મુળી અને સાયલા પંથકમાં ર૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

થોરીયાળી-સુદામડા રોડ ઉપર ૬૧૮૦ બોટલ ભરેલ ટેન્કર સાથે રાજસ્થાની ડ્રાઇવરની ધરપકડઃ દૂધઇની વાડીમાં છૂપાયેલ ૪પ૬ બોટલ કબ્જેઃ સુરેન્દ્રનગર એલ. સી. બી. પોલીસ સહિતના દરોડાઃ સુદામડા રોડ ઉપર પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યોઃ ટેન્કર આગળ કારમાં પાયલોટીંગ કરાતુ હતું: બે આરોપી ફરાર

વઢવાણ તા. ૩ :.. સુરેન્દ્રનગર એલ. સી. બી.એ દરોડાનો દૌર સતત ચાલુ રાખ્યો હોઇ મુળી અને સાયલા પંથકમાંથી વધુ  ર૦ લાખનો વિદેશી દારૂ હાથ આવ્યો છે.

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી-જૂગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામ લક્ષી કામગીરી કરવા એલ. સી. બી. સુરેન્દ્રનગરને સુચના આપેલ હોય. જે અન્વયે ડી. એમ. ઢોલ, પો. સબ. ઇન્સ. વી. આર. જાડેજાની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે રોડે ખાસ પેટ્રોલીંગ હાથ ધરી. બહારના રાજયના વાહનો કવરીંગ સાથે વિદેશી દારૂનો જથ્થો ભરી સૌરાષ્ટ્રભરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય જેથી આવા વાહનો ચેક કરી પ્રોહી અંગે ફળદાયક હકિકત મેળવી પરીણામ લક્ષી કામગીરી કરવા માર્ગદર્શન આપતા ખાસ પેટ્રોલીંગ હાથ ધરી હકિકત મેળવેલ કે, ટાટા કંપનીનો સિમેન્ટનું ટેન્કર ગાડી નં. જીજે-૧ર-એટી-પ૦૧૦ વાળીનો ચાલક પોતાના કબ્જા ભોગવટાની સદર ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સાયલાથી પાળીયાદ જતા રોડ ઉપર નિકળનાર છે અને મારૂતિ સ્વીફટ કાર નં. જીજે-૧ર એકે-૧૬૧ર વાળીનો ચાલક સદર ટેન્કરનું પાયલોટીંગ કરી નીકળનાર છે તેવી હકિકત આધારે થોરીયાળી પુલથી આગળ રોડ ઉપર ચેકીંગ હાથ ધરતા બંને વાહનો પસાર થતા બંને વાહનોને રોકાવા પ્રયત્ન કરતા રોકાયેલ નહી અને કાવા મારી પોતાના વાહન ફુલસ્પીડમાં સુદામડા તરફ આગળ ચલાવતા તેઓનો ફિલ્મીઢબે પીછો કરવામાં આવેલ મજકુર આરોપીઓએ પોતાના બંને વાહનો રોડ ઉર ફુલ સ્પીડમાં આડી અવળી ચલાવી સાઇડ નહી આપી આગળ જતા સુદામડા-પુલ પહેલા ડાબી બાજુ ગાડા મારગે વાળી લીધેલ અને સીમ વિસ્તારમાં ધુળની ડમરી ઉડાડતા નાસી જવા પ્રયત્ન કરેલ તેમ છતા પોલીસ ટીમ દ્વારા બંને વાહનોના સતત પીછો કરી સુદામડા ગામની સીમ વિસ્તારમાંથી ટેન્કરચાલક ગણપતરામ કાલુરામ ભગવાનારામ ઝાટ ઉ.૩૦ ધંધો ડ્રાયવીંગ રહે. ભોમીયો કીઢાણી, વોઢા ગામ થાના-કરડા તા. સાંચોર જી. ઝાલોર રાજસ્થાન વાળાને કડી ટેન્કર નં. જી.જે.-૧ર-એટી- પ૦૧૦ વાળીમાંથી એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની ૭પ૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો નંગ ૬૧૮૦ કિ. રૂ. ૧૮,પ૪,૦૦૦ તથા ટાટા ટેન્કર રૂ. ૧૦,૦૦-૦૦૦ તથા અન્ય મળી કુલ રૂ. ર૮,પ૬,૮૩૦ ના મુદામાલ મળી આવતા કબ્જે કરવામાં આવેલ.

સદર વિદેશી દારૂનો જથ્થો ટેન્કર માલીક આરોપી નં. ર રૂગનાથરામ અરજણરામ બ્રિશ્નોઇ રહે. શરણાઉ તા. સાંચોર જી. ઝાલોર વાળાએ હરીયાણા બહાદુરગઢ ખાતેથી ભરાવી પ્રતિબંધીત ગુજરાત રાજયમાં વેચાણ કટીંગ અર્થે મોકલાવી રેઇડ દરમ્યાન હાજર મળી નહી આવી તથા આરોપી નં. ૩ મારૂતિ સ્વીફટ કાર નં. જીજે-૧ર-એકે-૧૬૧ર ના ચાલકે  પોતાના કબ્જા ભોગવટાની મારૂતી સ્વીફટ કારથી સદર વિદેશી દારૂ ભરેલ ટાટા ટેન્કરનું પાયલોટીંગ કરી રેઇડ દરમ્યાન નાસી જઇ ગુનો કરેલ હોય સાયલા પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ. સી. બી. ટીમના એ. એસ. આઇ. વાજસુરભા લાભુભા, ઋતુરાજસિંહ નારસંગભા, નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, પો. હેઙ કોન્સ. અમરકુમાર કનુભા, જુવાનસિંહ મનુભા, ચમનલાલ જશરાજભાઇ, પો. કોન્સ. અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ, ગોવિંદભાઇ આલાભાઇ, અશ્વિનભાઇ ઠાકરણભાઇએ સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

આ ઉપરાંત મુળી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવેલ કે નારાયણભાઇ હીરાભાઇ તરમટા રબારી રહે. દુધઇ વાળો દુધઇ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે આથમડા ખડા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં દારૂનો જથ્થો સંતાડી રાખી તેના વેચાણની પ્રવૃતી કરે છે અને હાલે તેની પ્રવૃતી ચાલુ છે. તેમ એલસીબી ટીમ દ્વારા તાત્કાલીક દુધઇ ગામની સીમમાં છાપો મારતા એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ૭પ૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ ૪પ૬  કિ. રૂ. ૧,૩૬,૮૦૦ નો મુદામાલ મળી આવેલ પરંતુ આરોપી હાજર મળી નહી આવતા મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પ્રોહી. ધારા મુજબમુળી પોલીસ સ્ેશન ખાતે ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એલસીબી ટીમના પો.હેઙ કોન્સ. નિકુલસિંહ ભુપતસિંહ પો.કોન્સ. દીલીપભાઇ ભુપતભાઇ, અનિરૂધ્ધસિંહ ભરતસિંહની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:29 am IST)