Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કોડીનાર ઘાંટવડ ગામે ગૌચરની જમીનમાં દરોડા બાદ પણ ચાલતું અવિરત ખનન

કોડીનારઃ ગીર ઇકોઝોન વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની ગૌચરની જમીન ખવાય રહી છે. ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા અનેક વખત રજુઆતો કરાય છે. પણ તંત્રમાં જવાબદારીઓની ફેકાફેકી થાય છે. આ અહેવાલમાં એક તસ્વીર ૧૦ દિવસ પહેલા ગૌચરની જમીનમાંથી કોડીનાર મામલતદારએ ખનન ચોરી પકડી તે સમયની છે. જ્યારે બીજી તસ્વીર તા. ૧ જુલાઇ એટલે કે તે જ સ્થળની ૧૦ દિવસ  પછીની મુલાકાતની છે. મુલાકાત લેતા આ સ્થળે વધુ ખનન થયેલ માલુમ પડેલ તંત્રના અનેક દાવા પછી પણ ખનીજચોરો બેફામ છે અને વટથી અથવા તંત્રની મિલીભગતથી આ વિસ્તારોમાં ખનન ચાલતુ હોય તેમ આ તસ્વીર પરથી લાગી રહ્યુ છે.(

(11:32 am IST)